Home Blog Page 1158

પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકના પુત્રની અંડર-૧૯ ટીમમાં પસંદગી!

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને 6 વર્ષ વીતી ગયા છે. આ આતંકવાદી હુમલો ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ થયો હતો, જેમાં ૪૦ CRPF જવાનો શહીદ થયા હતા. આ હુમલા પછી, ભારતીય ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે હુમલામાં શહીદ થયેલા સૈનિકોના બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી. હવે  સેહવાગે ખુશખબર આપી છે કે પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકના પુત્ર, જે તેની શાળામાં અભ્યાસ કરે છે, તેની અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે.

14 ફેબ્રુઆરીના રોજ, સેહવાગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને પુલવામા હુમલાની છઠ્ઠી વર્ષગાંઠ પર શોક વ્યક્ત કર્યો. આ પોસ્ટ સાથે, તેમણે માહિતી આપી કે પુલવામા હુમલામાં શહીદ થયેલા વિજય સોરેંગના પુત્ર રાહુલ સોરેંગની હરિયાણાની અંડર-19 ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

૬ વર્ષ પહેલા થયેલા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા સેહવાગે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “તે દુઃખદ દિવસને ૬ વર્ષ થઈ ગયા છે. આપણા બહાદુર સૈનિકોની શહાદતની ભરપાઈ કોઈપણ રીતે થઈ શકતી નથી, પરંતુ વિજય સોરેંગના પુત્ર રાહુલ સોરેંગ અને શહીદ રામ વકીલના પુત્ર અર્પિત સિંહ છેલ્લા ૫ વર્ષથી સેહવાગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે, જે એક મહાન લાગણી છે. રાહુલને તાજેતરમાં હરિયાણાની અંડર-૧૯ ટીમ માટે રમવા માટે પસંદ કરવામાં આવ્યો છે. બધા બહાદુર સૈનિકોને સલામ.”

ઉલ્લેખનીય છે કે હરિયાણાની અંડર-19 ટીમમાં પસંદગી પામેલા રાહુલ સોરેંગ ઝારખંડના ગુમલા જિલ્લાના રહેવાસી છે. રાહુલના પિતા, શહીદ વિજય સોરેંગ, CRPFની 82મી બટાલિયનમાં હેડ કોન્સ્ટેબલ હતા. શહીદ વિજય સોરેંગ ૧૯૯૩ માં સેનામાં જોડાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Virender Sehwag (@virendersehwag)

વીરેન્દ્ર સેહવાગની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

નોંધનીય છે કે વીરેન્દ્ર સેહવાગે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા છે. તેમણે ૧૦૪ ટેસ્ટ, ૨૫૧ વનડે અને ૧૯ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. સેહવાગે ટેસ્ટમાં ૮૫૮૬ રન, વનડેમાં ૮૨૭૩ રન અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૩૯૪ રન બનાવ્યા છે.

આ ખેલાડી સંભાળી શકે છે IPL 2025માં KKKની કમાન

ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ક્રિકેટ ચાહકો માટે IPLની સીઝન એક તહેવાર સમાન છે. નવી સિઝન માટે તમામ દસ ટીમોએ ટીમ બાંધણી અને કેપ્ટનશીપ સંભાળવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. તેમાંથી 8 ટીમોએ તેમનો કેપ્ટન જાહેર કર્યો છે. જોકે, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે હજુ સુધી પોતાના કેપ્ટનની જાહેરાત કરી નથી. બંને ફ્રેન્ચાઈઝીએ મેગા ઓક્શન પહેલા તેમના પૂર્વ કેપ્ટનને રિલીઝ કર્યા હતા.

દિલ્લી કેપિટલ્સે હરાજીમાં કે.એલ. રાહુલને પોતાના સ્ક્વોડમાં સામેલ કર્યો છે, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સે કોઇપણ અનુભવયુક્ત કેપ્ટનશીપ સંભાળી શકે તેવા ખેલાડી પર દાવ લાગ્યો નથી. RCB બાદ હવે KKR પણ ચાહકો માટે કેપ્ટનશીપના મામલે સરપ્રાઈઝ આપી શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે કેપ્ટનશીપના દાવેદારોમાં અનેક નામ ચર્ચામાં છે. સૌથી આગળ રિંકુ સિંહ અને વેંકટેશ ઐયર છે. જો કે, બંનેને કેપ્ટનશીપનો વિશેષ અનુભવ નથી. IPLમાં કેપ્ટન માટે દબાણભર્યા નિર્ણયો લેવાના હોય છે. ટીમમાં વેસ્ટ ઈન્ડિઝનો રોવમેન પોવેલ પણ છે, પણ તે દરેક મેચ રમશે એ નક્કી નથી. આવી પરિસ્થિતિમાં ફ્રેન્ચાઈઝી અજિંક્ય રહાણે પર ભરોસો મૂકી તેને કેપ્ટન બનાવી શકે છે.

અજિંક્ય રહાણે હાલમાં શાનદાર ફોર્મમાં છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં તે ટૂર્નામેન્ટનો ટોચનો સ્કોરર રહ્યો હતો. તેણે 9 મેચમાં 58ની સરેરાશ અને 164ના સ્ટ્રાઈક રેટ સાથે 469 રન બનાવ્યા હતા, જેમાં 5 અર્ધશતકોનો સમાવેશ થાય છે. ક્વાર્ટર ફાઇનલમાં હરિયાણાની વિરુદ્ધ સદી ફટકારી હતી. રહીમાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.

અજિંક્ય રહાણેની કેપ્ટનશીપનો અનુભવ પણ શ્રેષ્ઠ છે. તેણે ભારતીય ટેસ્ટ ટીમ માટે કેપ્ટનશીપ સંભાળી ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતાડી હતી. ઉપરાંત, તે રાજસ્થાન રોયલ્સ માટે IPLમાં કેપ્ટનશીપ કરી ચુક્યો છે અને તેની આગેવાનીમાં ટીમને પ્લેઓફમાં પહોંચાડી હતી. ગત સિઝનમાં તે મુંબઈની રણજી ટ્રોફી વિજેતા ટીમનો કેપ્ટન પણ હતો. KKR માટે કેપ્ટનશીપના નિર્ણય પર બધાની નજર છે. ટીમના પ્રશંસકો અપેક્ષા રાખી રહ્યા છે કે કોલકાતા આગામી દિવસોમાં તેમના કેપ્ટનના નામની જાહેરાત કરશે.

અમદાવાદમાં પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલીએ લીધું ઉગ્ર સ્વરૂપ

અમદાવાદ: વાહન પાર્કિંગ જેવી નાની બાબતે શરૂ થયેલો સામાન્ય વિવાદ ગંભીર અથડામણમાં ફેરવાતા એક જ્વેલર્સ શોરૂમના માલિક પર જીવલેણ હુમલો કરાયો હોવાની ચકચારભરી ઘટના શહેરના કૃષ્ણનગર વિસ્તારમાંથી સામે આવી છે. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કૃષ્ણનગરના સરદાર ચોક વિસ્તારમાં એક જ્વેલર્સ શોરૂમના માલિક પોતાના દુકાન આગળ હાજર હતા. એ દરમિયાન એક બાઈકચાલક શો રૂમની સામે પોતાનું વાહન પાર્ક કરી રહ્યો હતો. પાર્કિંગ અંગે બંને વચ્ચે શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થઈ. પરંતું, વાતચીત ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો.

બાઈક ચાલકે ગુસ્સે ભરાઈ જ્વેલર્સના માલિક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હતો. આ હુમલામાં જ્વેલર્સના માલિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તરતજ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે, માલિકના હાથ અને પીઠના ભાગે ઘા આવેલા છે, પરંતુ હાલ તેમની હાલત સ્થિર છે.

આ ઘટના બાદ તાત્કાલિક કૃષ્ણનગર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરી અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. હુમલાખોર બાઈક ચાલકની ઓળખ કરી તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અનુસાર, પ્રાથમિક તપાસમાં આ હુમલો વાહન પાર્કિંગને લઈને થયેલી રકઝકનો પરિણામ હોવાનું માલુમ પડ્યું છે, પરંતુ અન્ય કોઈ વ્યક્તિ આ વિવાદમાં સામેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસને તાત્કાલિક આરોપી સામે કડક પગલા ભરવા માટે અપીલ કરી છે. હુમલાખોરને ઝડપી લેવા માટે ટીમ ગોઠવી દેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે તવાઈ કરાઈ રહી છે. આરોપી ઝડપાઈ જશે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે હવે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. વેપારીઓ અને સ્થાનિકો સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માગ કરી રહ્યા છે

ડાર્ક કોમેડીના વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયા ભૂગર્ભમાં!

સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં આવ્યા બાદ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાની મુશ્કેલીઓ પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહી. સમયના શો પર માતા પિતા પર અભદ્ર કોમેન્ટ થતાની સાથે જ ઈન્ટરનેટ સહિત તમામ જગ્યા પર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ હોબાળો એટલો વધી ગયો કે જનતાની સાથે રાજકારણીઓ અને ધાર્મિક સંગઠનો પણ યુટ્યૂબરના વિરોધમાં બહાર આવ્યા. આ મામલો સંસદ સુધી ગુંજ્યો અને દેશના વિવિધ રાજ્યોમાં રણવીરના નામે FIR પણ દાખલ કરવામાં આવી. મહારાષ્ટ્રનો સંસ્કૃતિ વિભાગ પણ યુટ્યૂબરના વિવાદાસ્પદ નિવેદનની તપાસ કરશે.

આ તમામ વચ્ચે હવે મુંબઈ પોલીસના અધિકારીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કે રણવીર અલ્લાહબાદિયાએ હજુ સુધી પોતાનું નિવેદન નોંધાવ્યું નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રણવીરના મુંબઈના ઘરે તાળું મારેલું છે. યુટ્યૂબરનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. તેમના વકીલનો પણ સંપર્ક થઈ શક્યો નથી. શુક્રવારે, મુંબઈ પોલીસ (ખાર સ્ટેશન) અને આસામ પોલીસની ટીમો પણ રણવીરના વર્સોવા સ્થિત ફ્લેટ પર પહોંચી હતી, પરંતુ ત્યાં તાળું લાગેલુ હતું. રણવીરને આજે મુંબઈ પોલીસ (ખાર પોલીસ સ્ટેશન) સમક્ષ હાજર થવાનું છે. કારણ કે તે શુક્રવારે હાજર થયો ન હતો. પોલીસે તેમને 14 ફેબ્રુઆરીએ હાજર થવા માટે બીજું સમન્સ જારી કર્યું હતું. રણવીર વિરુદ્ધ આસામમાં પણ કેસ નોંધાયેલો છે, તેથી આસામ પોલીસ પણ તેની પૂછપરછ કરવા માગે છે. આ ઉપરાંત, રણવીર અલ્લાહબાદિયાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આમાં, ભારતભરમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી તમામ FIR ને એકસાથે જોડવાની માગ કરવામાં આવી હતી.

રણવીર ઉપરાંત, આસામના ગુવાહાટીમાં નોંધાયેલી FIRમાં સમય રૈના, આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને અપૂર્વા માખીજાના નામ પણ છે. મુંબઈ પોલીસ અને સાયબર સેલ આ મામલાની અલગ-અલગ તપાસ કરી રહ્યા છે. આસામ પોલીસ મુંબઈ સાયબર ટીમને પણ મળી. રૈનાને આગામી પાંચ દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. દરમિયાન, મુંબઈ પોલીસે (ખાર પોલીસ સ્ટેશન) ભાજપ નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર અત્યાર સુધીમાં અપૂર્વા માખીજા, આશિષ ચંચલાની અને રણવીર અલ્હાબાદિયાના મેનેજર સહિત 8 લોકોના નિવેદનો નોંધ્યા છે. શુક્રવારે પોલીસે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોના વીડિયો એડિટર પ્રથમ સાગરનું પણ નિવેદન નોંધ્યું હતું. મહારાષ્ટ્ર સાયબરે આ સંદર્ભમાં નોંધાયેલા કેસમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 50 લોકોને તેમનાં નિવેદનો નોંધવા માટે સમન્સ પાઠવ્યા છે. આમાં શોમાં ભાગ લેનારા લોકોનો પણ સમાવેશ થાય છે. ગુરુવારે, એક્ટર રઘુ રામે તપાસ ટીમ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું. તે રૈનાના શોના જજ પેનલમાં હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો

લગભગ 7 વર્ષ પછી ICC ચેમ્પિયન્સ ટ્રોફી પરત ફરવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને પાકિસ્તાનની યજમાની હેઠળ રમાશે. આ ટુર્નામેન્ટ પહેલા, પાકિસ્તાને ઘરઆંગણે ટ્રોય શ્રેણી રમી હતી, જ્યાં તેને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પાકિસ્તાન ટીમને મોટો ઝટકો આપ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાના માત્ર 4 દિવસ પહેલા પાકિસ્તાન માટે આ ખરાબ સમાચાર આવ્યા છે.

 

ICC એ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો

હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થાય તે પહેલાં કોઈપણ ટીમ ODI શ્રેણી રમશે નહીં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આ મોટી ટૂર્નામેન્ટ પહેલા નવીનતમ ODI રેન્કિંગ જાહેર કરી છે. આ રેન્કિંગમાં પાકિસ્તાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, પાકિસ્તાનની ટીમ 13 ફેબ્રુઆરીએ જ ODI રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ હતી. પરંતુ ફાઇનલમાં હાર બાદ તેને હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાન એક સ્થાન નીચે સરકી ગયું છે અને હવે 107 ના રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. શ્રેણી જીત સાથે, ન્યુઝીલેન્ડની ટીમ રેટિંગ 100 થી વધીને 105 થઈ ગઈ છે અને તેઓ ચોથા નંબર પર યથાવત છે.

બીજી તરફ, શ્રીલંકા સામે 0-2 થી ODI શ્રેણી હારવા છતાં, ઓસ્ટ્રેલિયન ટીમને ODI રેન્કિંગમાં ફાયદો થયો છે. હકીકતમાં, પાકિસ્તાન નીચે સરકી જવાને કારણે, ઓસ્ટ્રેલિયન ટીમ એક સ્થાન ઉપર આવી ગઈ છે. હવે ઓસ્ટ્રેલિયા 110 ના ટીમ રેટિંગ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. દરમિયાન, શ્રીલંકાની ટીમ છઠ્ઠા સ્થાને યથાવત છે.

ટીમ ઈન્ડિયાએ વનડેમાં નંબર-1 ટીમનો ખિતાબ જાળવી રાખ્યો છે. ભારતનું ટીમ રેટિંગ ૧૧૯ છે, જે અન્ય ટીમો કરતા ઘણું વધારે છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે 3 મેચની ODI શ્રેણી રમી હતી. તેણે શ્રેણી 3-0 થી જીતી હતી, એટલે કે 14 વર્ષ પછી તે ઇંગ્લેન્ડને વનડેમાં ક્લીન સ્વીપ કરવામાં સફળ રહ્યું હતું. આ મોટી જીતને કારણે ટીમ ઈન્ડિયાને રેટિંગમાં પણ ફાયદો થયો છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકા પાંચમા ક્રમે, ઇંગ્લેન્ડ સાતમા ક્રમે અને અફઘાનિસ્તાન આઠમા ક્રમે છે.

AAPને વધુ એક ઝટકો, MCDના 3 કાઉન્સિલર ભાજપમાં જોડાયા

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. જનાદેશ પ્રમાણે દિલ્હીમાં 27 વર્ષ બાદ ફરી કમળ ખીલ્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું સામાજ્ય ભાજપે સમાપ્ત કરી દીધું છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ આમ આદમી પાર્ટીને શનિવારે મોટો ઝટકો લાગ્યો. MCDના 3 કાઉન્સિલર ભાજપમાં જોડાઈ ગયા. તેમણે દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું.

ભાજપમાં જોડનારા સભ્યોમાં દિલ્હી નગર નિગમના કાઉન્સિલર અનિતા બસોયા અને નિખિલ ચપરાના અને ધર્મવીર સિંહનો સમાવેશ થતો હતો. દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અનિતા બસોયા વૉર્ડ 145 એન્ડ્રયૂઝ ગંજથી આપ કાઉન્સિલર હતી જ્યારે નિખિલ ચપરાના હરિનગર વૉર્ડ 183થી કાઉન્સિલર હતા. બંને ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત આરકેપુરમ વૉર્ડના કાઉન્સિલર ધર્મવીર સિંહ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. બંનેની સાથે સંદીપ બસોયા પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે જે આમ આદમી પાર્ટી, નવી દિલ્હીના જિલ્લાધ્યક્ષ રહી ચૂક્યા છે.

રશિયામાં વિજય દિવસની ઉજવણીમાં હાજરી આપશે ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં વ્યસ્ત છે. દરમિયાન, હવે એવું પ્રકાશમાં આવ્યું છે કે ટ્રમ્પ મે મહિનામાં રશિયાની મુલાકાત લઈ શકે છે અને રશિયામાં ઉજવણીમાં જોડાઈ શકે છે. માહિતી અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ 8-9 મેના રોજ રશિયાની મુલાકાત લઈ શકે છે.

ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પ રશિયામાં વિજય દિવસની ઉજવણીમાં જોડાઈ શકે છે. રશિયાનો વિજય દિવસ 9 મે ના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં જ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ પછી, તેમણે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર પણ વાત કરી. ત્યારથી, રશિયા-યુક્રેન યુદ્ધ પર પૂર્ણવિરામ મૂકવાની અટકળો શરૂ થઈ ગઈ છે.

 

ટ્રમ્પ રશિયાના ઉજવણીમાં જોડાશે

અગાઉ એવું પણ બહાર આવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન રાષ્ટ્રપતિ પુતિન દ્વારા વિજય દિવસ પર હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ તેમાં હાજરી આપવાનું વિચારી રહ્યા છે. ક્રેમલિન દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે ટ્રમ્પની સંભવિત મુલાકાત માટે તૈયારીઓ ચાલી રહી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા થઈ શકે છે

ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે રશિયાના રાષ્ટ્રપતિ અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી અને યુદ્ધનો અંત લાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. રશિયન રાષ્ટ્રપતિ સાથે વાત કર્યા પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર તેમની વાતચીત વિશે પોસ્ટ કરી. તેમણે કહ્યું કે પુતિન પણ નથી ઇચ્છતા કે રશિયા-યુક્રેન યુદ્ધમાં હજારો લોકોનું લોહી વહેવડાવવામાં આવે અને તે હવે સમાપ્ત થવું જોઈએ. આ દરમિયાન, તેમણે યુએસ-રશિયા જોડાણને પણ યાદ કર્યું અને સંકેત આપ્યો કે ભવિષ્યમાં બંને દેશો વચ્ચે મજબૂત સહયોગ શક્ય છે. જોકે, આ સમય દરમિયાન પણ ટ્રમ્પે કહ્યું હતું કે બંને નેતાઓ એકબીજાના દેશની મુલાકાત લેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટ્રમ્પની મુલાકાત પછી, રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવી શકે છે અને બંને દેશો વચ્ચે કરાર થઈ શકે છે.

ટાટા ઈન્સ્ટિટ્યૂટમાં સૌપ્રથમવાર જૈનાચાર્યનું પ્રવચન યોજાયું

મુંબઈ: ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સમાં સૌપ્રથમ વખત એક જૈનાચાર્યનું પ્રવચન યોજાયું. ભગવાન મહાવીરના ૭૯મા વારસદાર, જૈનાચાર્ય યુગભૂષણસુરીશ્વરજી મહારાજા (પંડિત મ.સા.)નું, ‘વર્તમાન વર્લ્ડ ઓર્ડરમાં ભેદભાવના મૂળ કારણો’ વિષયક માર્મિક પ્રવચન યોજાયું હતું. જેમાં અનેક બુદ્ધિજીવી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જૈનાચાર્યએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, વર્તમાનમાં દરેક ક્ષેત્રોમાં જે ભેદભાવપૂર્ણ નીતિઓનું પ્રદૂષણ ફેલાઈ ચૂક્યું છે, તેના મૂળિયા બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમી દેશો દ્વારા સ્થાપિત કરાયેલી વિશ્વ વ્યવસ્થામાં છે. તેમણે વ્હાઈટ સુપ્રીમેસી (ગોરાઓની સર્વોપરિતા) સ્થાપિત કરવા માટે પ્લાનિંગ પૂર્વક કૃત્રિમ ગરીબી અને પછાતપણું અશ્વેત પ્રજામાં ફેલાવ્યું છે. જેને કારણે ગરીબ અને પછાત દેશો સાથે વધુમાં વધુ ભેદભાવ કરી શકાય અને તે પ્રજાનુ અમાપ શોષણ થઈ શકે.

તેમણે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે 1લી માર્ચને યુનોએ ‘ઝીરો ડિસ્ક્રિમીનેશન ડે’ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. પરંતુ યુનો – યુનેસ્કો વગેરે જેટલી પણ મલ્ટીલેટરલ સંસ્થાઓ છે, તેમાં ભેદભાવ અને પક્ષપાતનો કોઈ પાર જ નથી. ઉલ્ટું, તે બધા ભેદભાવોને ઢાંકી દેવા માટે તુચ્છ ભેદભાવોને આગળ કરવામાં આવે છે. જેથી મૂળ ભેદભાવો સુધી લોકોની નજર ન પહોંચે. જૈનાચાર્યશ્રીએ આ વિષયમાં ઘણા દાખલા દલીલો સાથે લગભગ પોણા બે કલાક સુધી વિશદ છણાવટ કરી હતી. તેમણે આ સમસ્યાના સમાધાન તરફ દિશાનિર્દેશ કરતા જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી આવા કાતિલ ભેદભાવો અંગેની જાગૃતિ ફેલાવે, તો ભવિષ્યમાં ઘણા સુંદર પરિણામો આવી શકે છે.

આ પ્રસંગે નિરંજન હિરાનંદાની (MD, હિરાનંદાની ગ્રુપ), દિલીપ દેરાઈ (એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, રિલાયન્સ ગ્રુપ), ડો. ભાસ્કર શાહ (પ્રસિદ્ધ કાર્ડિયોલોજીસ્ટ), ધવલ શાહ અને હાર્દિક દેઢિયા (કો-ફાઉન્ડર, ફાર્મઈઝી) વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તથા ગચ્છાધિપતિ જૈનાચાર્યની ઉંડી દૃષ્ટિની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. આયોજક સંસ્થા ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સ પણ સારો સહકાર આપ્યો હતો. ટાટા ઈન્સ્ટિટ્યૂટ ખાતે જૈનાચાર્યનું લાંબુ વિઝન દર્શાવતું એક exhibition યોજાયું હતું. જેમાં વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે માર્મિક માર્ગદર્શન અપાયું હતું.

જૈનાચાર્યના માર્ગદર્શનથી ચાલી રહેલ જ્યોત સંસ્થા દ્વારા “વસુધૈવ કુટુંબકમ્ કી ઓર સંવાદ”નું આયોજન થાય છે. તેની અંતર્ગત આ સેમીનારનું આયોજન ટાટા ઈન્સ્ટિટ્યૂટમાં થયું હતું. મુંબઈ, અમદાવાદ અને મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ઉપરોક્ત સંવાદોનું આયોજન થઈ ચૂક્યું છે. દેશના કાયદાકીય નિષ્ણાતો, કોર્પોરેટ આગેવાનો, પોલીસીના ધડવૈયાઓ વગેરે બુદ્ધિજીવીઓને જૈનાચાર્ય સાથે સંવાદ કરવાનું પ્લેટફોર્મ ‘વસુધૈવ કુટુંબકમ્ કી ઓર સંવાદ’માં પૂરું પડાય છે. ન્યાયી વિશ્વ વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાના ઉપાયોની વિચારણા કરવાના લક્ષ્યથી આ સંવાદોનું આયોજન થાય છે

ગુજરાતમાંથી ઠંડીની વિદાય, તાપમાનમાં થશે વધારો, હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ધીમે પગલે ઠંડી વિદાય લઈ રહી છે. એક બાજુ ગુજરાતમાં ઠંડી ઘટી રહી છે. તો બીજું બાજું ગરમી પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે પણ ઠંડીને લઈ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ વાતાવરણ લઈ આગાહી વ્યક્ત કરતા કહ્યું હતું કે, રાજ્યમાં ધીરે ધીરે તાપમાન ઊંચકવાની શરૂઆત થઇ ગઇ છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાન ઊંચકાશે, પવનની દિશાના બદલાતા બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2/3 ડિગ્રી વધ્યું છે. આમતો રાજ્યમાં હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે. આમ, ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી હવામાન સૂકું રહેશે. તાપમાનમાં ક્રમશ: વધારો થશે, જેની સાથે હવે હવામાન ધીમે ધીમે બદલાશે. પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ફરી એકવાર હવામાન બદલાવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. આ વખતે ફેબ્રુઆરી મહિનો પાછલા વર્ષો જેટલો ઠંડો નથી. દિલ્હી-એનસીઆરમાં દિવસ દરમિયાન તેજસ્વી સૂર્યપ્રકાશ હોય છે. આના કારણે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, આજે ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા રવાના, 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે ટકરાશે

ભારતીય ક્રિકેટ ટીમ શનિવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે રવાના થઈ ગઈ. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા સહિત કેટલાક ખેલાડીઓ મુંબઈથી રવાના થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા બે ભાગમાં દુબઈ પહોંચશે. ટીમનો બીજો બેચ પણ ટૂંક સમયમાં રવાના થશે. વોશિંગ્ટન સુંદર પ્રથમ બેચનો ભાગ છે. તે મુંબઈ એરપોર્ટ પર રોહિત શર્મા સાથે જોવા મળ્યો હતો.

ટીમ ઈન્ડિયાની પહેલી મેચ મુંબઈથી દુબઈ જવા રવાના થઈ ગઈ છે. ભારતનો પહેલો મુકાબલો બાંગ્લાદેશ સાથે છે. આ મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. મુખ્ય કોચ ગંભીર, કેપ્ટન રોહિત, વિરાટ કોહલી, વોશિંગ્ટન સુંદર, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા. આ બધા ખેલાડીઓ ટીમ ઈન્ડિયાના પહેલા બેચનો ભાગ છે.

ઐયર-અક્ષર પણ દુબઈ જવા રવાના થયા 

ટીમ ઈન્ડિયાના મજબૂત મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર અને અક્ષર પટેલ પણ મુંબઈ જવા રવાના થઈ ગયા છે. ઝડપી બોલર અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા પણ ટીમ ઈન્ડિયાના પ્રથમ બેચનો ભાગ છે. બંને દુબઈ જવા રવાના પણ થઈ ગયા છે.