AAPને વધુ એક ઝટકો, MCDના 3 કાઉન્સિલર ભાજપમાં જોડાયા

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. જનાદેશ પ્રમાણે દિલ્હીમાં 27 વર્ષ બાદ ફરી કમળ ખીલ્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું સામાજ્ય ભાજપે સમાપ્ત કરી દીધું છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ આમ આદમી પાર્ટીને શનિવારે મોટો ઝટકો લાગ્યો. MCDના 3 કાઉન્સિલર ભાજપમાં જોડાઈ ગયા. તેમણે દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું.

ભાજપમાં જોડનારા સભ્યોમાં દિલ્હી નગર નિગમના કાઉન્સિલર અનિતા બસોયા અને નિખિલ ચપરાના અને ધર્મવીર સિંહનો સમાવેશ થતો હતો. દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અનિતા બસોયા વૉર્ડ 145 એન્ડ્રયૂઝ ગંજથી આપ કાઉન્સિલર હતી જ્યારે નિખિલ ચપરાના હરિનગર વૉર્ડ 183થી કાઉન્સિલર હતા. બંને ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત આરકેપુરમ વૉર્ડના કાઉન્સિલર ધર્મવીર સિંહ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. બંનેની સાથે સંદીપ બસોયા પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે જે આમ આદમી પાર્ટી, નવી દિલ્હીના જિલ્લાધ્યક્ષ રહી ચૂક્યા છે.