પ્રયાગરાજ મહાકુંભના સમાપન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બ્લોગમાં ઘણી વાતો કહી છે. મહાકુંભના સફળ આયોજનની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે મહાકુંભ પૂર્ણ થયો છે… એકતાનો મહાન યજ્ઞ પૂર્ણ થયો છે. પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં 45 દિવસ સુધી આ એક જ તહેવાર માટે 140 કરોડ દેશવાસીઓની શ્રદ્ધા જે રીતે એક સાથે એકઠી થઈ, તે અદ્ભુત છે. મહાકુંભની પૂર્ણાહુતિ પછી મારા મનમાં આવેલા વિચારોને મેં લખવાનો પ્રયાસ કર્યો છે.
પીએમ મોદીએ મહાકુંભને એકતાનો મહાકુંભ ગણાવ્યો
બ્લોગમાં પીએમ મોદી કહે છે કે 22 જાન્યુઆરી, 2024 ના રોજ, અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મેં ભગવાન પ્રત્યેની ભક્તિ સાથે દેશભક્તિ વિશે વાત કરી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન બધા દેવી-દેવતાઓ ભેગા થયા સંતો અને મહાત્માઓ ભેગા થયા, બાળકો અને વૃદ્ધો ભેગા થયા, સ્ત્રીઓ અને યુવાનો ભેગા થયા, અને અમે દેશની જાગૃત ચેતનાના સાક્ષી બન્યા. આ મહાકુંભ એકતાનો મહાકુંભ હતો, જ્યાં આ એક ઉત્સવ દ્વારા 140 કરોડ દેશવાસીઓની શ્રદ્ધા એક સમયે એક થઈ હતી.
દેશના ખૂણે ખૂણેથી લાખો લોકો આવ્યા
તીર્થરાજ પ્રયાગના આ જ વિસ્તારમાં એકતા, સંવાદિતા અને પ્રેમનું પવિત્ર ક્ષેત્ર, શ્રૃંગવેરપુર પણ છે, જ્યાં ભગવાન શ્રી રામ અને નિષાદરાજ મળ્યા હતા. તેમના મિલનની તે ઘટના પણ આપણા ઇતિહાસમાં ભક્તિ અને સંવાદિતાના સંગમ જેવી છે. પ્રયાગરાજનું આ તીર્થસ્થળ આજે પણ આપણને એકતા અને સુમેળની પ્રેરણા આપે છે.
છેલ્લા 45 દિવસથી દરરોજ, મેં જોયું છે કે કેવી રીતે દેશના ખૂણે ખૂણેથી લાખો લોકો સંગમ કિનારા તરફ આગળ વધી રહ્યા છે. સંગમમાં સ્નાન કરવાની લાગણીની લહેર વધતી જતી હતી. દરેક ભક્ત ફક્ત એક જ કામમાં વ્યસ્ત હતા સંગમમાં સ્નાન કરવું. માતા ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ દરેક ભક્તને ઉત્સાહ, ઉર્જા અને શ્રદ્ધાથી ભરી રહ્યો હતો.
પીએમ મોદીએ મહાકુંભના આયોજનની પ્રશંસા કરી
પ્રયાગરાજમાં આયોજિત આ મહાકુંભ કાર્યક્રમ આધુનિક યુગના મેનેજમેન્ટ વ્યાવસાયિકો, આયોજન અને નીતિ નિષ્ણાતો માટે અભ્યાસનો એક નવો વિષય બની ગયો છે. આજે, આખી દુનિયામાં આટલી મોટી ઘટનાની કોઈ સરખામણી નથી; તેના જેવું બીજું કોઈ ઉદાહરણ નથી.
મહાકુંભની ભીડ જોઈને દુનિયા પણ આશ્ચર્યચકિત
આખું વિશ્વ આશ્ચર્યચકિત છે કે ત્રિવેણી સંગમમાં એક નદી કિનારે આટલી મોટી સંખ્યામાં કરોડો લોકો કેવી રીતે ભેગા થયા. આ કરોડો લોકોને ન તો કોઈ ઔપચારિક આમંત્રણ હતું કે ન તો તેઓ કયા સમયે આવવાના હતા તેની કોઈ પૂર્વ માહિતી હતી. તો લોકો મહાકુંભ માટે રવાના થયા… અને પવિત્ર સંગમમાં ડૂબકી લગાવીને આશીર્વાદ મેળવ્યા. હું એ દ્રશ્યો ભૂલી શકતો નથી… સ્નાન કર્યા પછી અપાર આનંદ અને સંતોષથી ભરેલા એ ચહેરાઓ હું ભૂલી શકતો નથી. સ્ત્રીઓ હોય, વૃદ્ધો હોય કે આપણા અપંગ લોકો, બધાએ સંગમ સુધી પહોંચવા માટે જે કંઈ કરી શક્યું તે કર્યું.
આજની ભારતની યુવા પેઢી આટલી મોટી સંખ્યામાં પ્રયાગરાજ પહોંચી તે જોઈને મને ખૂબ આનંદ થયો. આ મહાકુંભમાં ભાગ લેવા માટે ભારતના યુવાનો આગળ આવે છે તે એક મોટો સંદેશ છે. આનાથી એ માન્યતા મજબૂત થાય છે કે ભારતની યુવા પેઢી આપણી પરંપરાઓ અને સંસ્કૃતિની વાહક છે અને તેને આગળ વધારવાની જવાબદારી સમજે છે અને તેના પ્રત્યે દૃઢ અને સમર્પિત પણ છે.
મુંબઈ: સમાજ જે વ્યક્તિને જે સન્માન જ્યારે આપવાનું હોય ત્યારે જો ન આપે તો એ એક ગુનો કરે છે. સમાજમાં ચાલતી એકવિધતા(મોનોટોની) માંથી કલાકાર કે લેખક-સર્જક સમાજને બહાર કાઢે છે. તેમની વંદના જો સમયસર ન થાય તો એ સમાજની કૃપણતા કહેવાય. પ્રતિભાવાન સર્જકોનું બહુમાન કરવું એ ગુજરાતી સાહિત્ય પરિષદની ધન્યતાનો વિષય છે. આ શબ્દો છે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીના.ગત ૨૩મી ફેબ્રુઆરી, ૨૦૨૫નાં રોજ કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે જાણીતા સાહિત્યકારો વર્ષા અડલજા, દિનકર જોશી તથા ઈલા આરબ મહેતાને સચ્ચિદાનંદ સન્માન અર્પણ કરવાનો સમારોહ યોજાયો હતો. કાંદિવલી એજ્યુકેશન સોસાયટી, મુંબઈ દ્વારા સંચાલિત ગુજરાતી ભાષભવનના સહયોગમાં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા, પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદીની અધ્યક્ષતામાં આ સમારોહનું આયોજન થયું હતું.
તાજેતરમાં સાહિત્ય પરિષદે 2017 થી 2023 સુધીના કુલ સાત એવોર્ડ એકસાથે જાહેર કર્યા હતા, જેમાં ચાર પારિતોષિકો સતીશ વ્યાસ, દલપત પઢિયાર, રમણ સોની, અનિલા દલાલને નામે જાહેર થયા હતા અને ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના પ્રાંગણમાં એક સમારોહનું આયોજન કરીને આ સાહિત્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. 2018 માટે વર્ષા અડાલજાને, 2019 માટે દિનકર જોષી અને 2020 માટે ઈલા આરબ મહેતાને નામે જાહેર થયેલા પારિતોષિકો આ સર્જકોનું બહુમાન કરવા માટે પરિષદ દ્રારા ખાસ આયોજન મુંબઇમાં કરાયું હતું. કારણ કે આ ત્રણેય સાહિત્યકારો વય અને તેમના સ્વાસ્થ્યને લીધે અમદાવાદ જઈ શકયા નહોતા. મુબંઈમાં પરિષદના મંત્રી ડો. સેજલ શાહે આ કાર્યક્રમની પૂર્વભૂમિકા સાથે કાર્યક્રમનો દોર સંભાળ્યો હતો.ત્રણ મહાન તત્વોની હાજરી
બહુ જ રસપ્રદ શૈલીમાં કે.ઈ.એસ.નાં પ્રેસિડન્ટ મહેશ શાહે પ્રાસંગિક વક્તવ્ય આપતા ત્રણે મંચસ્થ સાહિત્ય સર્જકોને સાંકળીને કહ્યું હતું કે ઈલા રૂપી પૃથ્વીતત્વ, વર્ષા રૂપી જળતત્વ અને દિનકર રૂપી અગ્નિ-પ્રકાશતત્વ એમ ત્રણેય તત્વો અહીં ઉપસ્થિત છે. એમણે કહ્યું હતું કે આ પ્રસંગ નથી પરંતુ સમારોહ છે. સમારોહ એટલે સમ્યક આરોહણ એટલે કે સારી રીતે જ્યારે આરોહણ થાય ત્યારે એ પ્રસંગ ન બની રહેતા સમારોહ બની જાય છે. જેમ ભગિરથે તપ કરીને ગંગાને પૃથ્વી ઉપર ઉતારી એમ અમદાવાદથી સાહિત્ય પરિષદ સંસ્થા મુંબઇમાં આ ત્રણે તત્વો રૂપી સાહિત્યકારોનું સન્માન કરવા આવી એ સરાહનીય છે.
લેખિની સંસ્થાના પ્રમુખ, રંગભૂમિના કલાકાર અને વાર્તાકાર એવા પ્રીતિ જરીવાલાએ વર્ષાબેન અડાલજાનો, જાણીતા કવિ દિનેશ પોપટે દિનકરભાઈ જોષીનો અને કવિ, સંપાદક અને પ્રાધ્યાપિકા સેજલ શાહે ઈલા આરબ મહેતાનો ખૂબ રસાળ ભાષામાં સુંદર પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સેજલ શાહે તેમની આગવી શૈલીમાં કર્યુ હતું. ત્યારબાદ ત્રણે સર્જકોએ તેમની પોતાની સર્જનયાત્રા અને એમના મનોભાવો વ્યક્ત કર્યા હતા.અંધારા ખૂણામાં દીવો પ્રગટાવવાનું કામ
વર્ષાબેને કહ્યું હતું કે અમે સાહિત્યકારોએ ક્યારેક સભાનતાથી અથવા ક્યારેક સભાનતા વગર જુદી કેડી કંડારવાનો પ્રયાસ કર્યો છે. જીવનમાં ઘણા આરોહ-અવરોહ આવ્યા પણ નક્કી કરેલી કેડી પકડી રાખી એટલે સામાન્ય જીવનને બદલે નવી કેડી કંડારી શકાઈ. તેમને કહ્યું હતું કે સર્જકનું કામ છે એક અંધારા ખૂણામાં દીવો પ્રગટાવવાનું. વર્ષાબેને તેમની વિવિધ વાર્તાઓ-નવલકથાઓ લખવા અંગેના રસપ્રદ તેમ જ સંઘર્ષમય અનુભવો જણાવવા સાથે શરૂઆતના વરસોના વિવિધ અનુભવોની ઈન્ટરેસ્ટિંગ વાતો પણ કરી હતી.
હવે જાતને ઓળખવાની મથામણ
દિનકરભાઈએ વિનમ્ર ભાવે જણાવ્યું હતું કે ગુજરાતી સાહિત્ય પરિષદ, કે.ઈ.એસ. અને સ્વામી સચ્ચિદાનંદ જેવુ આદરણીય નામ એ ત્રણે વચ્ચે બેસવાનું મળે એ નસીબની વાત કહેવાય. લેખક જ્યારે લખે છે ત્યારે એની પ્રેરણાનો સ્ત્રોત ખબર પડતો નથી. બૃહદ કથા મંજરી એ ચોથી સદીમાં પ્રાકૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. એમાં વાર્તા કેવી હોવી જોઈએ એ સિધ્ધાન્ત સમજાવ્યો છે. વાર્તા લાંબી કે ટૂંકી ન હોય, મૌલિક તેમ જ રસપ્રદ હોવી જોઈએ. ૧૯૬૫ થી ૧૯૮૫ સુધી મેં માણસને ઓળખવાની મથામણ કરી છે. ત્યાર બાદ જાતને ઓળખવાની પ્રક્રિયા શરૂ થઈ,જે આજ સુધી ચાલુ છે. તેમણે પોતાની ‘પ્રકાશનો પડછાયો’ અને ‘મહામાનવ સરદાર’ નવલકથા વખતની સર્જનયાત્રા વખતના અમુક કિસ્સાઓ સંભળાવ્યા હતા.
શબ્દ અને અર્થ સાથે હોવા જોઈએ
ઈલાબેને પોતાની લેખન પ્રક્રિયા વિષે બોલતા કહ્યું હતું કે લખતી વખતે લોકોનો પ્રતિભાવ શું આવશે એ લેખકોને ખબર નથી હોતી. સાહિત્યમાં શબ્દ અને અર્થ સાથે હોવા જોઈએ અને વાક્ય રસપ્રદ હોય તો જ કાવ્ય અથવા સાહિત્ય બની શકે. જે કહેવું હોય એમાં પ્રતીકો હોવા જોઈએ અને જુદું હોવું જોઈએ. પોતાના સર્જન પુસ્તક ‘૩૨ પૂતળીની વેદના’ વિષે વાત કરતાં એમણે કહ્યું કે આપણા દેશમાં સ્ત્રીઓ સૌથી મોટી અભિનય સમ્રાટ છે. ઈલાબેના કહેવાનુસાર લેખક તરીકે મારી નજર સામે પાત્રો આવી જાય અને એ વિષે લખાઈ જાય છે. પેન કાગળને અડકે એટલે શબ્દ શરૂ થાય. એ ઈશ્વરની કૃપા છે અને અંતરનો આવિર્ભાવ છે. ‘જાણું છું ધર્મ તો પણ’ દુર્યોધન વિષેનું એમનું એક નવું પુસ્તક આવી રહ્યું છે એવી જાણકારી એમણે આપી હતી. સર્જકતા કોઈની મોહતાજ નથી હોતી
સર્જકોના પ્રતિભાવ બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી, જેઓ પોતે પણ એક કવિ, વાર્તાકાર, નિબંધકાર છે, તેમણે સમારોહનો દોર સંભાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણી ભાષાના ત્રણ સર્જકોને, ગદ્યકારોને પોંખવાનો અવસર છે. જેને કંઈ કહેવું હોય એને સમય હંમેશા ઓછો પડે છે. સર્જકતા કોઇની મોહતાજ નથી. સારા માણસની, મૌલિકતાની ઓછપ છે. લેખક પાસે મૌલિકતા હોય છે એટલે એ લેખક થાય છે. સાહિત્ય સર્જક પાસે ત્રીજી આંખ હોય છે. એમાં એક દર્શન હોય છે અને એ પોતાનું દર્શન લેખન દ્વારા વ્યક્ત કરે છે. સમાજ જે વ્યક્તિને જે સન્માન જ્યારે આપવાનું હોય ત્યારે જો ન આપે તો એ એક ગુનો કરે છે. યોગ્ય શક્તિઓની યોગ્ય સમયે સ્વીકૃતિ થવી જ જોઈએ. સમાજ જ્યારે વ્યક્ત થતો હોય ત્યારે લેખક એને ઝીલે છે. પછી એ લખે ત્યારે એ એમાં પોતાની સર્જનાત્મકતા ઉમેરે છે.
ગંગા,જમના, સરસ્વતીનો સંગમ
ગુજરાતી ભાષાભવન સાથે જોડાયેલા આર્થિક પત્રકાર તેમ જ કટારલેખક જયેશ ચિતલિયાએ આભારવિધિ સ્વરૂપે કાર્યક્રમના સમાપનમાં કહ્યું હતું કે આવી સર્જનાત્મક અને સકારાત્મક સવાર રોજ નથી આવતી, જે આપણા દિલમાં વસી જતી હોય છે. હાજર સર્જકો અને સાહિત્યપ્રેમીઓનો આભાર માનતા તેમણે કહ્યું હતું કે ગંગા-જમના-સરસ્વતી સ્વરૂપે આજે આપણે આંગણે ભેગા થયેલા સર્જકોએ આપણને આનંદમાં ભીંજવી નાખ્યા છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ, તેના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી, મહામંત્રી સમીર ભટ્ટ, સભ્ય કાર્યકર્તા ચંદ્રકાંત ભાવસાર, કેઈએસની મેનેજિંગ કમિટી, ત્રણે સર્જકોનો પરિચય આપનાર પ્રીતિબેન, દિનેશભાઈ, સેજલબેન, આયોજનમાં સહભાગી થનાર કીર્તિભાઈ શાહ, નિખિલ દિનકર જોશી, કાર્યકર્તા જયના શર્મા અને જશ રાવલનો પણ આભાર માન્યો હતો.
અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને નિર્દેશ કર્યો છે કે, તે લોકલ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ કાર્ડ નાગરિકતા સાથે ભારતીય ગ્રેજ્યુએટ્સને નોકરી પર રાખે. તેમણે કહ્યું કે, પહેલાં અમેરિકન કંપનીઓને ભારતીય વિદ્યાર્થીઓને કામ પર રાખવા માટે મુશ્કેલી થતી હતી. જેથી તેઓ ભારત પરત ફરી જતાં, ત્યાં કંપની ખોલે અને પછી અબજોપતિ બની જાય. બાદમાં ત્યાં હજારો લોકોને રોજગાર આપે છે.
અમેરિકામાં શિક્ષણ મેળવી ભારત જઈ અબજોતિ બની જાય છે
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરરિકામાં ભારત, ચીન, જાપાન અને અલગ-અલગ જગ્યાએથી લોકો આવે છે. તે હાર્વર્ડ અથવા વ્હાર્ટન સ્કૂલ ઑફ ફાઇનાન્સમાં અભ્યાસ કરે છે. તેમને નોકરી મળે છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે, તે અમેરિકામાં રહી શકે છે કે નહીં? ઘણી કંપનીઓએ મને ફરિયાદ કરી હતી કે, તેઓ ભારતીય વિદ્યાર્થીઓને નોકરી પર રાખવા માટે અસમર્થ હોય છે અને બાદમાં તેઓ પોતાના દેશ જઈને મોટી કંપનીઓ ખોલીને અબજોપતિ બની જાય છે.
શું છે ગોલ્ડ કાર્ડ?
અમેરિકન પ્રમુખે ‘ગોલ્ડ કાર્ડ’ રૂપે એક નવી ઈમીગ્રેશન પહેલ શરૂ કરી છે, જેનાથી અમીર વિદેશી રોકાણકારો પાંચ મિલિયન અમેરિકન ડોલરની રકમથી અમેરિકાની નાગરિકતા ખરીદી શકે છે. મંગળવારે ઓવલ ઓફિસમાંથી જાહેર કરાયેલા આ પ્રસ્તાવને ગ્રીન કાર્ડના “પ્રીમિયમ વર્ઝન” તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે, જેનાથી લોન્ગ ટર્મ રેઝિડન્સીની સુવિધા મળશે.
આજના સાધુનો વૈભવ, મઠનો વહીવટ અને ભક્તોની અંધશ્રદ્ધા જોઈને કોઈ પણ વિચારવંત વ્યક્તિ નાસ્તિક બની જાય તો નવાઈ પામવા જેવું નથી. સાધુકાર્ય કરવામાં જરૂરિયાતો ઘટાડવી જ પડે. ભોગની જગ્યાએ ત્યાગ, પરિગ્રહની જગ્યાએ દાન અને લાલસાની જગ્યાએ સંતોષ ન આવે તો આપણી કહેવત મુજબ “બાવા ના તો બેય બગડયા” ન ઘરના કે ન ઘાટના જેવો ખેલ થાય. ન તો ગૃહસ્થાશ્રમ દીપે અને ન તો સંન્યસ્ત શોભે તેવી દયાજનક સ્થિતિથી વાકેફ કબીરજીની સલાહ ધ્યાને ધરવા જેવી છે.
તેઓ ભક્તોને ઉદેશીને કહે છે કે, “દાતણ, માટી, પાણી, લવિંગ અને ઇલાયચી રૂપી જે પ્રાથમિક જરૂરિયાતો છે તે સંતોને આપવામાં કોઈ કચાશ ન રાખવી.”
શંકરાચાર્યે કહ્યું છે તેમ ભગવા કપડાં ભોગનું માધ્યમ ન બને તેની કાળજી ઉભય પક્ષે રાખવી રહી. આપણા દેશમાં સાધુ સહિત અનેક પરોપજીવી વર્ગ છે. ભગવદ્ ગીતા પ્રમાણે યજ્ઞ વિના (પુરુષાર્થ કર્યા વિના) અન્ન આરોગવું તે ચોરી છે. પરોપજીવીઓએ મર્યાદિતતા જરૂર રાખવી.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
નવી દિલ્હી: 28 ફેબ્રુઆરી, 2025ના રોજ સાંજે, સૌરમંડળના તમામ સાત ગ્રહો રાત્રે એકસાથે દેખાશે. આ એક દુર્લભ અને અદ્ભુત ખગોળીય ઘટના છે, જેને ગ્રેટ પ્લેનેટરી એલાઈનમેન્ટ કહેવાય છે. શનિ, બુધ, નેપ્ચ્યુન, શુક્ર, યુરેનસ, ગુરુ અને મંગળ- બધાં ગ્રહો એક સીધી રેખામાં એકસાથે દેખાશે.આ કાર્યક્રમ ખગોળશાસ્ત્રના ઉત્સાહીઓ અને સામાન્ય લોકો માટે એક અદ્ભુત તક હશે. આ ઘટના એટલા માટે પણ ખાસ છે કારણ કે આટલા બધા ગ્રહો એકસાથે જોવા મળે તે ખૂબ જ દુર્લભ છે. સામાન્ય રીતે કેટલાંક ગ્રહો એક જ સમયે સૂર્યની એક જ બાજુ પર હોય છે, પરંતુ બધા ગ્રહો એક જ રેખામાં હોય તે ખૂબ જ દુર્લભ છે.
આ સાત ગ્રહો પુસ્તકોમાં શીખવવામાં આવે છે, તેમ સીધી રેખામાં જોવા મળશે. જ્યારે સામાન્ય રીતે આવું થતું નથી. આ બધાં ગ્રહો સૂર્યની આસપાસ જુદા-જુદા વર્તુળોમાં ફરે છે. ગ્રહોની ભ્રમણકક્ષા અલગ હોવાથી, તેઓ સીધી રેખામાં દેખાતા નથી.
જ્યારે નવો તારો બને છે ત્યારે શું થાય છે?
એક વાદળ એક નવા તારાની આસપાસ ફરવાનું શરૂ કરે છે, જે એક સપાટ ડિસ્ક બનાવે છે. આ ડિસ્કમાંથી ગ્રહો રચાય છે. તેઓ એક જ સ્તરે ફરતા રહે છે. જેમ-જેમ ગ્રહો પોતાની ભ્રમણકક્ષામાં ફરે છે, તેમ-તેમ તેઓ ક્યારેક સૂર્યની એક જ બાજુ આવે છે. આ સમયે આપણે તેમને આકાશમાં એકસાથે જોઈ શકીએ છીએ. આ અદ્ભુત દૃશ્ય 28 ફેબ્રુઆરીની સાંજે આકાશમાં દેખાશે.આ દુર્લભ દૃશ્ય કેવી રીતે જોવું?
સાતેય ગ્રહો જોવા માટે તમારે યોગ્ય સમયે અને સ્થળે હોવું જરૂરી છે. ગ્રહોના ઉદય અને અસ્તનો સમય અને આકાશમાં તેમની સ્થિતિ તમારી પૃથ્વીના સ્થાન પર આધારિત છે. તમે ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કરીને તમારા સ્થાન માટે ચોક્કસ સમય અને સ્થાન જાણી શકો છો.
ત્રણ ઇન્ટરનેટ ટૂલ્સ છે જેના દ્વારા તમે આ દૃશ્ય જોઈ શકો છો… Time and Date, Stellarium અને Sky Tonight. Time and Dateમાં એક ઇન્ટરેક્ટિવ ટૂલ છે, જે તમને જોવા માટેની તારીખ સેટ કરવાની મંજૂરી આપે છે, જેમાં દરેક ગ્રહના ઉદય માટેનો સેટ સમય, આકાશમાં તેઓ ક્યાં જોઈ શકાય છે અને તેમને જોવાનું કેટલું મુશ્કેલ હશે તેનો સમાવેશો થાય છે.
સ્ટેલેરિયમમાં એક વેબ ટૂલ છે જે તમને બધા ગ્રહોની સ્થિતિ બતાવે છે. સ્કાય ટુનાઇટ એક મફત મોબાઇલ એપ્લિકેશન છે જે તમારા ફોનના હાર્ડવેરનો ઉપયોગ કરીને તમારા સ્થાનનો અંદાજ લગાવે છે, અને આકાશની ઉપરના નકશા પર અવકાશી પદાર્થોની રીઅલ-ટાઇમ સ્થિતિ બતાવે છે.
નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કામાં આ બિલ રજૂ કરવામાં આવી શકે છે. સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો 10મી માર્ચથી 4થી એપ્રિલ સુધી ચાલશે. અગાઉ 13મી ફેબ્રુઆરીએ વક્ફ બિલ મુદ્દે સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે જ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી છે.અહેવાલો અનુસાર, વક્ફ સંશોધન બિલને 19મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. સુધારાઓના આધારે બિલને મંજૂરી આપવામાં આવી છે. વક્ફ બિલ સૌપ્રથમ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષના વિરોધને કારણે તેને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું હતું. પાછળથી, કેટલાક સુધારાઓ બાદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની સમિતિએ સરકારને આ અહેવાલ સુપરત કર્યો છે. ગત 13મી ફેબ્રુઆરીએ, વક્ફ બિલ પર સંસદીય સમિતિનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિના અહેવાલના આધારે, વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
JPC (સંયુક્ત સંસદીય સમિતિ)એ 29મી જાન્યુઆરીએ વક્ફ બિલમાં નવા ફેરફારો અંગેના રિપોર્ટને મંજૂરી આપી હતી. જેમાં પક્ષમાં 15 અને વિરોધમાં 14 મત પડ્યા. ભાજપના સાંસદો દ્વારા આપવામાં આવેલા ફેરફારોનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિપક્ષી સાંસદોએ અસંમતિ નોંધ રજૂ કરી હતી અને તેને વક્ફ બોર્ડને નાબૂદ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. વક્ફ બિલ અંગે વિપક્ષે અનેક વાંધો ઊઠાવ્યો હતો. આ ઉપરાંત વક્ફ બાય યુઝર જોગવાઈને દૂર કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર: રાજ્યમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ધોરણ 10-12ના કુલ 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટતા સ્કૂલ બિલ્ડિંગ અને બ્લોકની સંખ્યા ઘટી છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો. 10-12ની બોર્ડ પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી 11મી માર્ચ સુધી લેવાશે અને સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓના કુલ મળીને 1,661 કેન્દ્રોમાં 5,222 સ્કૂલ બિલ્ડિંગ, 50,991 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ગત વર્ષે 1,934 કેન્દ્રોમાં 5,378 બિલ્ડિંગ્સમાં 54,292 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. જો કે, આ વર્ષે નવા કેન્દ્રો માંગણીઓને પગલે મંજૂર કુલ કેન્દ્રો વધ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ ઘટતા 156 સ્કૂલ બિલ્ડિંગ ઘટી છે અને 3,303 બ્લોક ઘટ્યા છે. રાજ્યના 146 સ્ટ્રોંગરૂમોમાં પ્રશ્નપત્રો સીલબંધ કવરમાં સુરક્ષા હેઠળ મુકી દેવાયા છે અને તમામ કેન્દ્રોમાં એક-એક સીસીટીવી સુપરવાઈઝર મૂકવામાં આવ્યા છે.બોર્ડ પરીક્ષામાં આજે ધોરણ 10માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતના પ્રથમ ભાષાના વિષયની પરીક્ષા લેવાશે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10:15 વાગે શરૂ થશે અને 1:15 સુધીનો સમય રહેશે. વિદ્યાર્થીઓને 9:30થી પ્રવેશ આપી દેવાશે. બપોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ વિષયની પરીક્ષા લેવાશે. જેનો સમય બપોરે 3થી 6:15નો રહેશે. ધોરણ 12 સાયન્સમાં ફીઝિક્સ વિષયની પરીક્ષા લેવાશે. જેનો સમય બપોરે 3થી 6:30નો રહેશે.