નંબરની આંટીઘૂંટીમાં ફસાઈ શકે છે, એક દેશ એક ચૂંટણીનું બિલ

નવી દિલ્હીઃ એક દેશ, એક ચૂંટણી’ બિલનો લોકસભાએ સ્વીકાર કરી લીધો છે અને એને વિચારવિમર્શ માટે જોઇન્ટ પાર્લમેન્ટરી કમિટીની પાસે મોકલી દેવામાં આવ્યું છે. જોકે PM મોદીનું ડ્રીમ બિલ પાસ થયા એવી શક્યતા હાલ તો ઓછી છે, કેમ કે આ બિલને પસાર કરવામાં વિપક્ષના સાંસદોની મદદ લેવી પડશે, જે અશક્ય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભામાં હાલ 543 સાંસદ છે. NDAને બિલ પસાર કરવા માટે 362 મતો જોઈએ. હાલ NDAના લોકસભામાં માત્ર 292 સાંસદ છે. આવામાં વિપક્ષી સાંસદોની બિલ પાસ કરવામાં મદદ લેવી પડશે. આ જ પ્રકારે રાજ્યસભામાં આ બિલને પસાર કરવામાં 164 મતો જોઈએ. NDAની પાસે 112 મતો છે. અન્ય છ અપત્રના સાંસદ તેમની સાથે છે. આવા રાજ્યસભામાં પણ અન્ય પક્ષો પાસેથી ટેકો માગવો પડશે. જે અઘરો થઈ પડશે.

સામે પક્ષે વિપક્ષની સ્થિતિ જોઈએ તો લોકસભામાં એની પાસે 205 મતો છે, જ્યારે રાજ્યસભામાં 85 સાંસદ હાજર છે. આવામાં NDAએને બંને ગૃહોમાં આ બિલને પસાર કરવામાં વિપક્ષી સાંસદોની આવશ્યકતા પડશે. જે સરળ નહીં હોય.

 આ પહેલાં વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતાં જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો. હાલ આ બિલની તરફેણમાં 269 મત અને વિરોધમાં 198 મત પડ્યા છે.