કોર્ટમાં રજૂ કરતી વખતે યુવરાજસિંહે કહ્યું – ‘હજુ ઘણું બધું બહાર આવશે’

હાલમાં રાજ્યભરમાં ડમીકાંડને લઈને ચર્ચા ચાલી રહી છે. એકબાજુ સરકાર સામે ડમીકાંડ મોટી સમસ્યા ઉભી થઈ રહી છે તો બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ એક પછી એક ડમી કાંડને લઈને ખુલાસા કરી રહ્યા છે. ત્યારે હવે ડમી ઉમેદવાર કૌભાંડના તોડકાંડના આરોપી યુવરાજસિંહને હાલમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે વધુ એક મોટો નિવેદન આપ્યું હતું જેના પગલે ફરી ખળભળાટ મચી ગયો છે. રિમાન્ડ પૂર્ણ થતાં યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં રજૂ કરતી વખતે યુવરાજસિંહે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

મળતી માહિતી મુજબ યુવરાજસિંહે કહ્યું કે જો સરકાર કે પોલીસ હેરાન કરશે તો મારા 5 પાંડવો બહાર આવશે. યુવરાજે દાવો કર્યો કે આ તો શરૂઆત છે, અંત હજુ બાકી છે અને હજુ પણ ઘણુ બધું સામે આવવાનું બાકી છે. ડમીકાંડના પર્દાફાશ સમયે યુવરાજસિંહે 5 પાંડવોની વાત કરી હતી. જેમની પાસે કૌભાંડોના દસ્તાવેજ હોવાનો દાવો કરાયો હતો. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે યુવરાજના 5 પાંડવો કોણ અને આ પાંડવો આખરે ક્યારે સામે આવશે.

ગુજરાતના ભાવનગરમાં તોડકાંડના આરોપી યુવરાજસિંહને પોલીસ દ્વારા કોર્ટ માં રજૂ કરાતા કોર્ટે યુવરાજસિંહ ને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. જ્યારે યુવરાજસિંહ જેલમાં જતા પહેલા કહ્યું કે આ અસત્ય સામે સત્યની લડાઈ છે. આ અલ્પવિરામ છે પૂર્ણ વિરામ નથી, લડાઈ શરૂ રહેશે, હજુ ઘણું આવવાનું બાકી છે. જ્યારે પોલીસના કબજામાંથી યુવરાજસિંહ નીકળતા જ હુકાર કર્યો છે. યુવરાજસિંહ સાથે તોડકાંડ ના આરોપી કાનભા અને અલફઝ ઉર્ફે રાજુને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ અગાઉ આ કેસમાં કોર્ટે સાત દિવસના મંજૂર રિમાન્ડ કર્યા હતા, ઉલ્લેખનીય છે કે, તોડકાંડમાં યુવરાજ સિંહ અને તેના સાળા કાનભાના 29 એપ્રિલના રોજ બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પોલીસે પાંચ દિવસના રિમાન્ડની કરી હતી માંગણી કરી હતી. આ અગાઉ આ કેસમાં કોર્ટે સાત દિવસના મંજૂર રિમાન્ડ કર્યા હતા. નોંધનીય છે કે આ પૂર્વે પણ તોડકાંડમાં સંડોવાયેલા છઠ્ઠા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. SITની ટીમે અલફાઝખાન પઠાણ ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો હતો. અલફાઝ ઉપર બે લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાનો આરોપ છે. અલફાઝે PK દવે પાસે 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ લીધાનો આરોપ છે.