વર્લ્ડ સનસ્ક્રીન ડે: ત્વચાને તાપથી રક્ષણ આપતાં સનસ્ક્રીનની શોધ કોણે કરી?

વર્લ્ડ સનસ્ક્રીન ડેને નેશનલ સનસ્ક્રીન ડે પણ કહેવામાં આવે છે. આ દિવસ દર વર્ષે 27મેના રોજ ઉજવવામાં આવે છે. હાનનિકારક યુવી કિરણોથી સ્કિનની સુરક્ષાના મહત્વ વિશે જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સનસ્ક્રીન સ્કિનને હાનિકારક યુવી કિરણોથી બચાવે છે. જેનાથી સમય પહેલા એજિંગ, સન ડેમેજ, કરચલીઓ અને સ્કીનન કેન્સ સામે લડવામાં મદદ મળે છે.

હકીકતે, સનસ્ક્રીનની શરૂઆત મિસ્ત્રમાં 3100 પહેલા થઈ હતી. મિસ્ત્રના લોકો પોતાની ચામડીને બચાવવા માટે ચોખા અને ચમેલીનો લેપ લગાવતા હતાં. મોર્ડન હિસ્ટ્રીની વાત કરીએ તો સનસ્ક્રીન શરૂઆત 1930માં થઈ હતી. સનસ્ક્રીનની શોધ એક સ્વિસ ફિજિક્સના વિદ્યાર્થી ફ્રાંજ ગ્રેટરે કરી હતી. ફ્રાંજ ગ્રેટર એક ટ્રીપ પર ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ તેમને સનબર્ન થયું.સનબર્નને કારણે પોતાની સ્કીનને પ્રોટેક્ટ કરવા માટે રિસર્ચ કરવાનું શરૂ કર્યુ.

આ શોધમાં ફ્રાંજની સાથે બેંજામિન ગ્રીન નામના એક વ્યક્તિ પણ તેમની સાથે જોડાયા હતાં. આ બંને વ્યકિતના રિસર્ચની મદદથી મોર્ડન સનસ્ક્રીનનો કોન્સેપ્ટ આવ્યો.

શું છે સનસ્ક્રીન?

સનસ્ક્રીન ચામડી માટે એક પ્રકારની દવા છે, જે ત્વચાને હાનિકારક અલ્ટ્રા વાયલેટ કિરણો સામે રક્ષણ આપે છે. આ સાથે જ સનસ્ક્રીન સનબર્ન, સ્કીન એજિંગ અને સ્કીન કેન્સરછી પણ બચાવે છે. યોગ્ય એસપીએફ(SPF)ના ઉપયોગથી આપણી ત્વચાને જલનથી બચાવી શકાય છે.

શું છે SPF નંબર?

એસપીએફનું પુરૂં નામ છે સન પ્રોટેક્શન ફેક્ટર. એસપીએફ દ્વારા જાણી શકાય છે કે કેટલો સમય સુધી સનસ્ક્રીન તમારી ત્વચાને સૂરજના તાપથી સુરક્ષિત રાખી શકશે. જો તમે લાંબા સમય સુધી બહાર રહેતા હોય તો તમાપે વધારે SPFવાળુ સનસ્ક્રીન વાપરવું જોઈએ, જેમ કે 50 એસપીએફ. ડર્મેટોલોજિસ્ટ અનુસાર આપણે આછામાં ઓછું 15 એસપીએફ વાળુ સનસ્ક્રીન વાપરવું જોઈએ.

શું છે PA++?

જે રીતે એસપીએફના નંબર એ જાણવામાં મદદ કરે છે કે સનસ્ક્રીન કેટલો સમય સમય સુધી તાપથી રક્ષણ આપશે એ જ રીતે PA એસપીએફની ગુણવત્તા અને યુવીએની સુરક્ષાનું માપ છે. જેટલા વધારે પ્લસ એટલી વધારે સુરક્ષાની ગુણવત્તા સારી.આ લેબલ જાપાનમાં એસપીએફના રેટિંગ દર્શાવવા માટે વિકસિત કરવામાં આવ્યું હતું.