બોટાદની 2 સીટ પરનું શું છે રાજકીય ગણિત? જાણો એક ક્લિકમાં સંપૂર્ણ માહિતી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં લગભગ છેલ્લાં ત્રણ દશકાથી ભાજપની જ સરકાર છે. મોટા ભાગે અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઈ જોવા મળે છે. ગુજરાતમાં આજ દિવસ સુધી તો ત્રીજા પક્ષનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ આ વખતની ચૂંટણી કંઈક અલગ છે. ભાજપ, કોંગ્રેસ બાદ હવે અહીં આમઆદમી પાર્ટી પણ સામે આવી છે. જે ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમીકરણ બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે. વાત કરીએ બોટાદ જિલ્લાની તો આ જિલ્લામાં વિધાનસભાની 2 ગઢડા અને બોટાદ આવે છે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 આદર્શ આચારસંહિતા અમલી છે ત્યારે તા.15 નવેમ્બર 2022ના રોજ બોટાદ જિલ્લામાં ભરાયેલા કુલ 42 ઉમેદવારી પત્રકમાંથી 26 ઉમેદવારી પત્રક માન્ય રહ્યા છે. જ્યારે 16 ઉમેદવારી પત્રક અમાન્ય રહ્યા છે.106 ગઢડા વિધાનસભામાં ચકાસણી દરમિયાન 14 ઉમેદવારી પત્રકમાંથી 06 ઉમેદવારી પત્રક માન્ય રહ્યા છે. જ્યારે 08 ઉમેદવારી પત્રક અમાન્ય રહ્યા છે. આમ આજની સ્થિતિએ સંભવિત ઉમેદવારોની સંખ્યા 06 છે. તેવી જ રીતે 107 બોટાદ વિધાનસભામાં ચકાસણી દરમિયાન 28 ઉમેદવારી પત્રકોમાંથી 20 ઉમેદવારી પત્રક માન્ય રહ્યા છે. જ્યારે 08 ઉમેદવારી પત્રક અમાન્ય રહ્યા છે.આમ આજની સ્થિતિએ સંભવિત ઉમેદવારોની સંખ્યા 20 છે.

ગઢડા બેઠક

ગઢડા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 106 નંબરની બેઠક છે. જે ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે. ગઢડા બોટાદ જિલ્લાનું નગર છે જે ગઢડા તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગઢડા ઘેલો નદીના તીરે વસેલું છે. ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાના જીવનકાળનાં 27 વર્ષ વિતાવ્યા હતાં, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે ગઢડા ખુબ જ મહત્વનું તીર્થસ્થાન છે. અહીંનાં ગોપીનાથજી મંદિરનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે કર્યું હતું. આ મંદિરમાં આજે પણ ભગવાન સ્વામિનારાયણના સમયની વસ્તુઓ તથા મકાન જાળવીને રાખવામાં આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ જ્યાં રહેતા તે અક્ષર ઓરડી આજે પણ અહીં જોવા મળે છે. અહીંના મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. અહીં કોઈ મોટા ઉદ્યોગ નથી.

આ બેઠક પર મતદારોની સંખ્યા

ગઢડા વિધાનસભા સીટ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે, તેથી આ બેઠક પર ચૂંટણી લડવા માટે હંમેશા બહારના ઉમેદવારને પસંદ કરવામાં આવે છે. અહીં નેતાઓના પક્ષપલટાને કારણે જનતાને પેટાચૂંટણીનો સામનો કરવો પડે છે. ગઢડા બેઠક 1967થી અસ્તિત્વમાં આવી હતી અને 1980માં અનામતમાં ફેરવાઈ હતી. ગઢડા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. મૂળ ભાવનગર જિલ્લાની ગઢડા વિધાનસભા બેઠકનો મત વિસ્તાર બોટાદ અને ભાવનગર એ બે મત વિસ્તારમાં પથરાયેલો છે.1980થી 2020 સુધીની 10 ચૂંટણી અને 1992ની પેટા ચૂંટણી અનામત બેઠક તરીકે હતી અને 2020ની પેટા ચૂંટણીમાં પણ આજ સ્થિતિ રહી. આ બેઠકના છેલ્લા 5 ચૂંટણી પરિણામ જોઈએ તો 3 વખત ભાજપના આત્મારામ પરમાર વિજેતા બન્યા છે અને 2 વખત કોંગ્રેસના પ્રવિણ મારૂ વિજેતા થયા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસે આંચકી લીધી હતી. જો કે પ્રવિણ મારૂ ભાજપમાં સામેલ થઈ જતા ગઢડા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે આત્મારામ પરમારની જીત થઇ હતી.

2017નીવિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 6 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગઢડા વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના પ્રવિણ મારુએ ભાજપના આત્મારામ પરમારને 9,424 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી. ગઢડા બેઠક પર 2007 અને 2012માં હારેલા કોંગ્રેસેના પ્રવિણભાઇ મારૂ ફરી ધારાસભ્ય બન્યા હતા. 2020માં રાજયસભાની ચૂંટણી પહેલા પ્રવિણભાઇ મારૂએ વિધાનસભાની બેઠક પરથી રાજીનામુ આપતા આ બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જણાવી દઈએ કે ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારુ ભાજપ કાર્યાલય કમલમમ ખાતે વિધિવત ભાજપમાં સામેલ થયા હતા. પ્રવિણ મારુએ 2020-21 દરમિયાન યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલા ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.

ગઢડા બેઠક પરના ઉમેદવારો

ગઢડા બેઠક પર કુલ 06  ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – શંભુ પ્રસાદ ટુંડિયા

કોંગ્રેસ – જગદીશ ચાવડા

આપ – રમેશ પરમાર

બોટાદ

બોટાદ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 107 નંબરની બેઠક છે. જે ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીનો એક મહત્વના બોટાદ જિલ્લામાં આવેલું નગર છે, જે આ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક અને બોટાદ તાલુકાનું વડું મથક પણ છે. બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત 23 સપ્ટેમ્બર 2012ના રોજ કરી હતી. બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકાઓ તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું.

ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું મૃત્યું બોટાદમાં થયું હતું. જાણીતા ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, કટાર લેખક મોહમ્મદ માંકડનો જન્મ હાલના બોટાદ જિલ્લામાં થયો હતો. જાણીતા ગુજરાતી કવિ દામોદર બોટાદકરનો જન્મ પણ બોટાદમાં થયો હતો.જોવાલાયક સ્થળોમાં કૃષ્ણસાગર તળાવ, અંબાજી મંદિર, બોટાદ, વરીયાદેવી, મોક્ષ મંદિર, સ્વામિનારાયણ મંદિર જાણીતા છે. આ ઉપરાંત બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

2017ની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 25 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 23 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.2017ની ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ધીરજલાલ અને ભાજપના ઉમેદવાર સૌરભ પટેલ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં સૌરભ પટેલની જીત થઈ હતી. સૌરભ પટેલને 79 હજાર 623 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 78 હજાર 717 વોટ મળ્યા હતા. ખાસ વાત એ છે કે ગત ચૂંટણીમાં આમઆદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. જો કે આપના ઉમેદવારને 361 વોટ જ મળ્યા હતા.

ગઢડા બેઠક પરના ઉમેદવારો

ગઢડા બેઠક પર કુલ 20 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – ઘનશ્યામ વિરાણી

કોંગ્રેસ – મનહર પટેલ

આપ – ઉમેશ મકવાણા

આ બેઠક પર મતદારોની સંખ્યા