બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 2 વિકેટે હરાવ્યું. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની આ સતત બીજી હાર છે.પ્રથમ બેટિંગ કરતા ભારતે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 18.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી તિલક વર્માએ અડધી સદી ફટકારી હતી. ટીમ તરફથી હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલને 2 સફળતા મળી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને વેસ્ટ ઈન્ડિઝ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 40 બોલમાં 67 રન બનાવ્યા હતા. પુરનની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. હેટમાયરે 22 બોલમાં 22 રન બનાવ્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલે 19 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું હતું. કાયલ મેયર્સ 15 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. બ્રાન્ડોન કિંગ, જેસન હોલ્ડર અને શેફર્ડ શૂન્ય પર આઉટ થયા હતા. ભારત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. જોકે તેને એક પણ વિકેટ મળી ન હતી.
India vs West Indies 2nd T20I: West Indies (155/8) beat India (152/7) by 2 wickets; take 2-0 lead in 5-match series
(Pic Source: ICC) pic.twitter.com/3lj1wsHR7p
— ANI (@ANI) August 6, 2023
પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. આ દરમિયાન તિલક વર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 41 બોલનો સામનો કરીને 51 રન બનાવ્યા હતા. તિલકની ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સ સામેલ હતી. ઈશાન કિશને 23 બોલમાં 27 રન બનાવ્યા હતા. ઈશાનની ઈનિંગમાં 2 ફોર અને 2 સિક્સ સામેલ હતી. હાર્દિક પંડ્યાએ 24 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલ 14 રન બનાવીને આઉટ થયો હતો. અર્શદીપ સિંહ 6 રન અને રવિ બિશ્નોઈ 8 રન બનાવીને અણનમ રહ્યા હતા. સૂર્યકુમાર યાદવ 1 રન બનાવીને આઉટ થયો હતો. શુભમને 7 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી અલ્ઝારી જોસેફે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રોમારિયો શેફર્ડે 3 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી હતી. હુસૈને 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી.