પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની હાલત લથડી, ઠાણેની હોસ્પિટલમાં દાખલ કરાયા

મહારાષ્ટ્ર: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી અને સચીન તેંડુલકરનો એક વિડીયો હાલમાં જ વાયરલ થયો હતો. જેમાં કાંબલી સચીનને બાજુમાં બેસવા માટે કહી રહ્યા છે. બંન્ને જૂના મિત્રો કોચ રમાકાંત આચરેકર માટે આયોજીત એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં કાંબલીની શારિરીક હાલત ખૂબ જ કથલેલી જોવા મળી હતી.  આજે ફરી સમાચાર સામે આવ્યા છે કે કાંબલીની તબિયત અચાનક ખરાબ થઈ છે અને તેમને થાણેની પ્રગતિ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જો કે ડૉક્ટર્સની ટીમ તેમની સાર-સંભાળ રાખી રહી છે અને દરેક જરુરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.વિનોદ કાંબલીએ ભારતીય ટીમ માટે વર્ષ 1991માં વન ડેમાં ડેબ્યું કર્યું હતું. ત્યાર બાદ તેમણે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં વર્ષ 1993માં ડેબ્યુ કર્યુ હતું. તેમણે ટીમ ઈન્ડિયા માટે ઘણી શાનદાર ઈનિંગ રમી છે. તેઓ ભારતના સૌથી ઝડપી 1,000 ટેસ્ટ રન બનાવનારા બેટમેન રહ્યા હતા.