પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચ્યા બાદ ભારતીય એથ્લેટ્સે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. પીએમ મોદી પેરા એથ્લેટ્સ સાથે મજાક કરતા જોવા મળ્યા હતા. તેમણે ઈતિહાસ સર્જનારા ખેલાડીઓ અને તેમના કોચની પ્રશંસા કરી હતી. પેરિસ પેરાલિમ્પિક્સમાં વિક્રમી 29 મેડલ જીતીને ભારતીય એથ્લેટ મંગળવારે દેશ પરત ફર્યા હતા. ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત 29 મેડલ જીત્યા હતા. ભારતે ટોક્યો પેરાલિમ્પિકનો રેકોર્ડ તોડ્યો હતો. ભારતે ટોક્યોમાં 19 મેડલ જીત્યા હતા અને મેડલ ટેલીમાં 24મું સ્થાન મેળવ્યું હતું, જ્યારે પેરિસમાં ભારત 18માં ક્રમે હતું. આ વખતે ભારત પેરિસમાં 25 પાર્સના લક્ષ્ય સાથે આવ્યું હતું અને તેને હાંસલ પણ કર્યું હતું.
VIDEO | PM Modi (@narendramodi) interacted with members of Indian Paralympic Games Paris 2024 contingent at his residence in Delhi, earlier today.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/tVmC2yI1YT
— Press Trust of India (@PTI_News) September 12, 2024
આ દરમિયાન પીએમ મોદી સાથે રમત મંત્રી મનસુખ માંડવિયા અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (PCI)ના પ્રમુખ દેવેન્દ્ર ઝાઝરિયા પણ જોવા મળ્યા હતા. જુડોમાં પેરાલિમ્પિક મેડલ જીતીને ઈતિહાસ રચનાર કપિલ પરમારે પીએમ મોદીને સ્મૃતિ ચિહ્ન ભેટ કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ કપિલને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. તે જ સમયે, અવની લેખારાએ પીએમ મોદીને ગોલ્ડ મેડલ ગ્લોવ્સ અને જર્સી ભેટમાં આપી, જેમાં તેણે પીએમ મોદીના સમર્થન માટે આભાર માન્યો. પીએમ મોદીએ અવનીના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા.