કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ

રાજ્યમાં એક બાજુ કાળઝાળ ગરમી યથાવત્ જોવા મળી રહી છે. અને બીજી હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થય રહ્યો છે. રાજ્યના સવારના ઠંડી બોપરના ગરમી અને સાંજ પડતાની સાથે મેઘ રાજના મહેર જોવા મળી રહી છે.

ગુજરાતમાં આમ તો મેં મહિનામાં આકરી ગરમી પડે છે, પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 2 દિવસની હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ત્યારે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં વરસાદનો કહેર વરસ્યો હતો. તો બીજી બાજુ ખાંભા શહેર અને આસપાસનાં ગામડામાં બપોરના સમયે મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પાણી પાણી થયા હતા. ત્યારે કચ્છમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ યથાવત્ રહ્યો હતો. આજે દિવસભરની સખત ગરમી બાદ સાંજના ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતાં. જામનગર જિલ્લાના વાતાવરણમાં પણ આજે પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના ધ્રોલ અને લાલપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા વરસી શકે છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટા વરસી શકે છે. ભર ઉનાળે વરસાદ આવતા જગતના તાતનો સાચો સાથો મિત્ર વેરી બની વરતો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ વેરી કમોસમી વરસાદથી પાકમાં મોટા પાયે નુકસાન થવાની સંભાવના પણ સેવાય રહી છે.