કિરેન રિજિજુની કાર સાથે ટ્રકની ટક્કર

જમ્મુ-કાશ્મીરના બનિહાલ પાસે કાયદા મંત્રી કિરેન રિજિજુની બુલેટ પ્રૂફ કાર સાથે લોડેડ ટ્રક અથડાઈ હતી. કેન્દ્રીય મંત્રીની કારને થોડું નુકસાન થયું છે. શનિવારના રોજ બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

 

 

શનિવારે જ કાયદા મંત્રી રિજિજુએ ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે તેઓ ‘કાનૂની સેવા કેમ્પ’માં સામેલ થવા માટે જમ્મુથી જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ન્યાયાધીશો અને NALSA ટીમની સાથે કેન્દ્ર સરકારની યોજનાઓના ઘણા લાભાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે હવે સમગ્ર પ્રવાસ દરમિયાન સુંદર રસ્તાનો આનંદ માણી શકાય છે.

 

કિરેન રિજિજુ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ શનિવારે કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવા માટે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, જમ્મુ યુનિવર્સિટીમાં ડોગરી ભાષામાં ભારતના બંધારણની પ્રથમ આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે રિજિજુને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સિવાય રિજિજુએ ટ્વિટર દ્વારા માહિતી આપી કે તેઓ ‘કાનૂની સેવા કેમ્પ’માં સામેલ થવા માટે જમ્મુથી ઉધમપુર જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ન્યાયાધીશો અને NALSA ટીમની સાથે કેન્દ્ર સરકારની યોજનાઓના ઘણા લાભાર્થીઓ આ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે હવે વ્યક્તિ સમગ્ર પ્રવાસ દરમિયાન સુંદર રસ્તાનો આનંદ માણી શકશે.