ઢાકા / ચટગાંવ: બાંગ્લાદેશના ચટગાંવ સ્થિત હથઝારી ફીલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે લશ્કરી અભ્યાસ દરમિયાન ચીન નિર્મિત ટાઈપ 59 (Type 59) ટેન્કમાં અચાનક વિસ્ફોટ થતાં ગંભીર હોનારત સર્જાઈ છે. બાંગ્લાદેશી સેના દ્વારા કરવામાં આવી રહેલા ફાયરિંગ ડ્રિલ દરમિયાન ટેન્કમાં થયેલા આ ધમાકામાં અંદર સવાર બે સૈનિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે એક આર્મી ઓફિસર ગંભીર રીતે ઘાયલ થયા છે.
Bangladesh Army Tank Explodes During Firing Exercise
A Chinese-origin Type 59 tank reportedly exploded in Hathazari, Chattogram.
2 crew members killed
1 officer injured and taken to Chittagong CMH.
Cause remains unconfirmed. https://t.co/ln2QOsszLe pic.twitter.com/8wT2R9KgsJ— Shadow IND (@ShadowIND_IN) September 9, 2026
બાંગ્લાદેશ સશસ્ત્ર દળોના ઈન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) ડિરેક્ટોરેટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આર્મી અધિકારીને વધુ સુવિધાયુક્ત સારવાર માટે એરલિફ્ટ કરીને ઢાકા સ્થિત કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલ (CMH) ખાતે ખસેડવામાં આવ્યા છે.
Bangladesh Army’s Chinese-origin Type 59 tank reportedly exploded during a firing exercise, killing 2 crew members and injuring an officer.
Made in China. Used in Bangladesh. Deadly outcome. pic.twitter.com/Gn0FRx5ul4
— Shadow IND (@ShadowIND_IN) September 9, 2026
ઘટના સમયે ટેન્કમાં સેનાના જવાનો ફાયરિંગ કરી રહ્યા હતા. જોકે, આ વિસ્ફોટ કયા તાંત્રિક કારણોસર અથવા ક્ષતિને લીધે થયો તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. બાંગ્લાદેશી સૈન્ય દ્વારા આ વિસ્ફોટના નિશ્ચિત કારણોની તપાસ માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
બાંગ્લાદેશી સેના દ્વારા ઉપયોગમાં લેવાતી ટાઈપ 59 ટેન્ક ચીન દ્વારા નિર્મિત છે. ચાઇનીઝ સૈન્ય સાધનોની ગુણવત્તા અને સલામતીને લઈને અગાઉ પણ અનેક સવાલો ઉઠતા રહ્યા છે, ત્યારે આ લાઈવ-ફાયર વિસ્ફોટની ઘટના સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બની છે.




