કોંગ્રેસે આગામી ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023 માટે 17 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સુદીપ રોય બર્મન અગરતલાથી ચૂંટણી લડશે. બીજી તરફ ટાઉન બારદોવાલી સીટ પરથી સીએમ માણિક સાહાની સામે આશિષ કુમાર સાહાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ 60 વિધાનસભા સીટો પર મતદાન થવાનું છે અને અહીં પરિણામ 2 માર્ચે આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી માહિતી એટલે કે નોમિનેશનની ચકાસણી 31 જાન્યુઆરીએ કરવામાં આવશે. સંપૂર્ણ યાદી અહીં વાંચો…
કોંગ્રેસે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના સાંસદો રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, પ્રિયંકા ગાંધી વાડ્રા, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, હિમાચલના સીએમ એસએસ સુખુ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, સચિન પાયલટ અને અન્યનો સમાવેશ થાય છે.
