ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, 50 લોકોના મોત, 200થી વધારે ઈજાગ્રસ્ત

હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માત ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ ઘટનામાં 50 લોકોના મોત થયા હોવાના પ્રાથમિક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઓડિશાના મુખ્ય સચિવે કહ્યું છે કે લગભગ 50 એમ્બ્યુલન્સને માહિતી આપી છે પરંતુ ઘાયલોની સંખ્યા ઘણી વધારે છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા માટે મોટી સંખ્યામાં બસો ખડકી દેવામાં આવી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોના આંકડા સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 50 લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક અને સંવેદના વ્યક્ત કરી છે. પીએમએ ટ્વીટ કર્યું, ઓડિશામાં ટ્રેન દુર્ઘટના વિશે જાણીને હું દુ:ખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.


એમકે સ્ટાલિને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે તમિલનાડુના પરિવહન મંત્રી શિવશંકરના નેતૃત્વમાં વરિષ્ઠ IAS અધિકારીઓની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે જશે.


ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક SRC કંટ્રોલ રૂમની મુલાકાત લેશે
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ હરિ કૃષ્ણ દ્વિવેદીએ કહ્યું, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના વિશે અમને માહિતી મળતાની સાથે જ અમે રેલવે અધિકારીઓનો સંપર્ક કર્યો. અમે અમારો કંટ્રોલ રૂમ પણ સક્રિય કર્યો છે. અમે ઓડિશા સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. બંગાળની એક ઉચ્ચ સ્તરીય ટીમ પણ બાલાસોર જવા રવાના થઈ ગઈ છે.


વિશેષ રાહત કમિશનરની કચેરીએ માહિતી આપી હતી કે બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. SRCએ ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર જારી કર્યો છે: 0678 2262286

  • ઇમરજન્સી કંટ્રોલ રૂમ: 6782262286
  • હાવડા: 033-26382217
  • ખડગપુર: 8972073925, 9332392339
  • બાલાસોર: 8249591559, 7978418322
  • કોલકાતા શાલીમાર: 9903370746
  • રેલમદદ: 044- 2535 4771
  • ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે: 044- 25330952, 044-25330953 અને 044-25354771