ખરતનાક બિમારી, કષ્ટદાયક સંબંધો,અભિષેકની ‘આઈ વોન્ટ ટુ ટોક’નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ નિર્માતા શૂજિત સરકારની આગામી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. રાઇઝિંગ સન ફિલ્મ્સ અને કિનો વર્ક્સ દ્વારા નિર્મિત ‘આઈ વોન્ટ ટુ ટોક’ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અભિષેક બચ્ચન છેલ્લે 2023 માં આવેલી ફિલ્મ ‘ઘૂમર’માં જોવા મળ્યા હતા. ફિલ્મની ભૂમિકામાં ફિટ થવા માટે તેમણે કેટલાક મોટા ફેરફારો કર્યા છે. આ ફિલ્મમાં અભિનેતા એકદમ અલગ પાત્રમાં જોવા મળશે. સિંગલ ફાધર તરીકે અભિષેક બચ્ચન પોતાની દીકરી સાથે એડજસ્ટ થતાં ગંભીર બીમારી સામે લડતો જોવા મળશે.

‘આઈ વોન્ટ ટુ ટોક’નું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર ભાવનાત્મક વાર્તા તરફ દોરી જાય છે. આમાં એક પિતાને તેની પુત્રી સાથે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થતા અને લડતા જોઈ શકાય છે. ‘આઈ વોન્ટ ટુ ટોક’નું ટ્રેલર તમને શૂજિતની અન્ય ફિલ્મો જેવી કે ‘ઓક્ટોબર’ અને ‘પીકુ’ની પણ યાદ અપાવશે કારણ કે તેમાં ઘરેલું ધીમી ગતિ છે જે દર્શકોને વાર્તા સાથે વધુ સારી રીતે જોડે છે. આ ઉપરાંત, શૂજિતની ફિલ્મોમાં કૌટુંબિક લાગણીઓ સામાન્ય રીતે આકર્ષક હોય છે અને ‘આઇ વોન્ટ ટુ ટોક’ વધુ કે ઓછા પ્રમાણમાં સમાન વાઇબ આપે છે. આ ફિલ્મમાં જોની લીવર, જયંત ક્રિપલાની અને અહિલ્યા બમરુ પણ છે. એટલું જ નહીં, ‘પીકુ’ની જેમ આ ફિલ્મમાં પણ બંગાળી એંગલ છે.

નવેમ્બરમાં ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. આવી જ એક ફિલ્મ છે શૂજિત સરકાર અને અભિષેક બચ્ચનની ‘આઈ વોન્ટ ટુ ટોક’. પ્રેક્ષકોને શૂજિત સરકારની અગાઉની ફિલ્મો ‘પીકુ’, ‘સરદાર ઉધમ’ અને ‘ઑક્ટોબર’ની જેમ આ ફિલ્મમાં પણ અક અલગ જાદુ જોવા મળશે. ‘આઈ વોન્ટ ટુ ટોક’ 22 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. પહેલા તે 15 નવેમ્બરે રિલીઝ થવાની હતી અને હવે તેને એક અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan)

તમને જણાવી દઈએ કે શૂજિત સરકારની છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ મલ્ટીપલ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સરદાર ઉધમ’ હતી, જે વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. આમાં વિકી કૌશલે એક ભારતીય ક્રાંતિકારીની મુખ્ય ભૂમિકા ભજવી હતી. અભિષેક બચ્ચન પાસે મલ્ટી સ્ટારર ‘હાઉસફુલ 5’ અને ‘બી હેપ્પી’ સહિત અન્ય ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે.