ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા જ ગરમી સહન કરવી પડશે. તેવું રાજ્યમાં હવામાન વિભાગનું અનુમાન છે. તેમજ રાજ્યમાં દિવસે ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી રહેશે. તથા 21 ઓક્ટોબરે લો પ્રેશર સક્રિય થતા વાતાવરણમાં પલટો રહેશે. તેમજ ગઈકાલે અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાત્રે લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. 5 દિવસ રાજ્યભરમાં બેવડી ઋતુની અસર રહેશે. જેમાં માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે. અરેબિયન સીમા થઈ રહેલ લો પ્રેશરને પગલે હવામાન વિભાગનુ સૂચન છે કે માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવો. ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો બંધાયા છે. ગુજરાત પર બિપોરજોય જેવી જ બીજી મોટી આફત આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા તેની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે.
દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર બન્યું
આ વાવાઝોડાને તેજ નામ આપવામા આવ્યું છે. ભારત દ્વારા જ આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર બન્યું છે. તેથી દક્ષિણ પૂર્વ – દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના છે. હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી કે, આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત છે. જોકે સાથે જ અરેબિયન સમુદ્રમાં એક લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. 21 તારીખે આ લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે. દક્ષિણ પૂર્વ દક્ષીણ મધ્યમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. આ ડિપ્રેશન બાદમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. તેના બાદ આ સિસ્ટમ વાવાઝોડામાં તબદીલ થશે. જોકે હાલ લો પ્રેસર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે.
સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ
સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઈ છે. આ દિવસોમાં રાજ્યમાં તાપમાન 34 થી 36 ડિગ્રી આસપાસ રહેશે. હાલ અમદાવાદમાં 35 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયુ છે. તો હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિ વિશે જણાવ્યું કે, ગુજરાતમાં વાવાઝોડાની અસરને લઈને હાલ કહેવું વહેલું છે. પરંતુ લો પ્રેસર સિસ્ટમ પર અમારું સતત મોનીટરીંગ ચાલુ જ છે.