મુંબઈમાં બોમ્બની ધમકીથી ફરી હડકંપ મચ્યો છે. મેયર ઓફિસથી અમિતાભ બચ્ચનના ઘર ‘જલસા’ સુધીને ઉડાવવાની ધમકી મળી છે.

મુંબઈમાં ફરી એકવાર ધમકીભર્યો ઈ-મેલ મળતાં પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે. ઈ-મેલમાં મુંબઈની મેયર ઓફિસ, મહાલક્ષ્મી રેસકોર્સ, બોમ્બે હાઈકોર્ટ, એરપોર્ટ અને બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન ‘જલસા’ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તમામ સંબંધિત સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
પોલીસ ઈ-મેલ મોકલનાર વ્યક્તિની ઓળખ મેળવવા અને ધમકીની સત્યતા તપાસવામાં લાગી છે. જોકે, અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોવાના સમાચાર નથી.






