ગુજરાતમાં 4 દિવસ આકરી ગરમી પડશે. જેમાં અમદાવાદમાં તાપમાન વધ્યુ છે. ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીના પ્રકોપની આગાહી કરાઇ છે. તથા કેટલાક શહેરોમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન વિભાગનું યલો એલર્ટ છે. તેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ હીટવેવની આગાહી છે. દરિયાઈ વિસ્તારોમાં ઉકળાટ અનુભવાશે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રી રહેશે. રાજ્યમાં ગરમીનું જોર વધશે. તથા રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ ગરમીનું જોર રહેશે. તેમજ 24 કલાકમાં ભુજમાં 41.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજયમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહયો છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે જેની અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. આકરી ગરમીની અસર લોકોના જન જીવન પર પડી રહી છે.
હીટવેટની અસર ભુજમાં પણ જોવા મળી છે. બપોર પડતાની સાથે જ આકરી ગરમી લોકો અનુભવ થઇ રહયો છે. ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભુજમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. બપોર પડતાની સાથે જ ભુજના રસ્તા પર લોકોની અવર જવર ઘટી જાય છે. ગરમી બચવા લોકો ઠંડા પાણીનો ઉપયોગ કરી ગરમીથી રાહત મળવે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહિસાગર, અરવલ્લી અમદાવાદ, ગાંધીનગર વગેરે શહેરોમાં રાત્રિ દરમિયાન બફારાનો અનુભવ થશે. અમદાવાદ શહેરમાં ગતરાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેને કારણે રાત્રિ દરમિયાન પણ અમદાવાદ શહેરમાં રહેતા શહેરીજનોને બફરાનો અનુભવ થયો હતો.