સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે. 20મી ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. શિયાળુ સત્ર દરમિયાન વન નેશન-વન ઈલેક્શન અને વકફ બિલ પર ભારે હોબાળો થવાની સંભાવના છે. કેબિનેટ વન નેશન-વન ઈલેક્શન અંગેના અહેવાલને મંજૂરી આપ્યા બાદ શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વિપક્ષી પાર્ટીઓ વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ કરી રહી છે અને દેશમાં એક સાથે ચૂંટણીના પક્ષમાં નથી.
આ સિવાય વકફ બિલ પર બનેલી JPC સંસદના શિયાળુ સત્રમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે. આ અંગે પણ હોબાળો થવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વકફ (સુધારા) બિલ 2024 પર બોલતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ બિલ સંસદના શિયાળુ સત્ર દરમિયાન પસાર કરવામાં આવશે.