આ દિવસે રિલીઝ થશે ‘સિકંદર’નું ટ્રેલર, સલમાન-રશ્મિકાના રોમેન્ટિક અંદાજમાં જોવા મળશે

સલમાન ખાન ઉર્ફે ભાઈજાન 2025ની ઈદ પર ‘સિકંદર’ સાથે મોટા પડદા પર ધમાલ મચાવશે. બોલિવૂડ સુપરસ્ટારની આ ફિલ્મ 30 માર્ચ, રવિવારના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે નિર્માતાઓએ ટ્રેલરની રિલીઝ તારીખ પણ જાહેર કરી દીધી છે. સલમાન એઆર મુરુગાદોસ દિગ્દર્શિત અને સાજિદ નડિયાદવાલા નિર્મિત ‘સિકંદર’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય એ પહેલા સલમાન ખાન અને રશ્મિકા મંદાન્નાના ખૂબ જ રોમેન્ટિક પોસ્ટર સામે આવ્યું છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

સિકંદરનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે?

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’નું ટ્રેલર 23 માર્ચ (રવિવાર) ના રોજ રિલીઝ થશે. સુપરસ્ટારે એક નવું પોસ્ટર શેર કર્યું જેમાં તે અને રશ્મિકા મંદાન્ના જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના કેપ્શનમાં લખ્યું હતું,“#Sikandarનું ટ્રેલર 23 માર્ચે રિલીઝ થશે!” #Sikandar 30 માર્ચ 2025 ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે. સિકંદરનું દિગ્દર્શન ARMurugadoss દ્વારા કરવામાં આવ્યું છે. આ પોસ્ટમાં સલમાન અને રશ્મિકા એકબીજાની નજરમાં ખોવાયેલા જોવા મળે છે. બંનેનો આ રોમેન્ટિક અંદાજ બધાને પસંદ આવી રહ્યો છે. રશ્મિકા મંદાના પહેલી વાર રૂપેરી પડદે સલમાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

સલમાન ખાનની આગામી ફિલ્મ વિશે

‘સિકંદર’નું દિગ્દર્શન એઆર મુરુગાદોસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ, સત્યરાજ, પ્રતીક બબ્બર, અંજિની ધવન અને નવાબ શાહ પણ છે. મુરુગાદોસ ‘ગજની’, ‘થુપ્પક્કી’, ‘હોલિડે: અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી’ અને ‘સરકાર’ જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા દ્વારા બનાવવામાં આવી રહી છે. રશ્મિકા સાથે સલમાનની નવી જોડી અદ્ભુત લાગશે. સલમાનની છેલ્લી થિયેટર રિલીઝ ટાઈગર 3 હતી જે 2023 માં રિલીઝ થઈ હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ‘સિકંદર’નું વિદેશમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. તેનું એડવાન્સ બુકિંગ ભારતમાં 27 કે 28 માર્ચથી શરૂ થશે. આ ફિલ્મે અમેરિકામાં 13 લાખ રૂપિયાની કમાણી કરી છે.