ગુજરાતમાં એકબાજુ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે તો બીજી તરફ ગરમી પણ ભુક્કા બોલાવી રહી છે. તેમા પણ હવે ગુજરાતમાં આજથી ગરમીનો પ્રકોપ વધશે. જેમાં તાપમાનનો પારો સતત ઊંચકાશે એવા હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે. તેમજ ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા 29મી એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચશે.
ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી સાથે રાજકોટમાં 40.5 ડિગ્રી, અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન છે. પાંચ દિવસ સુધી ઠંડક રહ્યા બાદ ફરી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. સાત શહેરમાં તાપમાન 40 ડિગ્રી પાર થયુ છે. તેમજ સૌથી ઓછું દ્વારકામાં 30.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાન નીચું રહેતા લોકોને રાહત મળી હતી. પરંતુ બુધવારથી તાપમાનનો પારો ઊંચકાતા ફરી એકવાર કાળાઝળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદ સહિત રાજ્યનાં કુલ સાત શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
પવનની દિશા બદલાતા ગરમીની આગાહી કરવામાં આવી છે. તેમાં તાપમાનનો પારો 41 ડિગ્રી પાર જવાની આગાહી છે. તેમજ ગઈકાલે રાજ્યના 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયુ છે. તથા સૌથી વધુ વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદમાં 40.8 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.7 ડિગ્રી તાપમાન છે. જોકે હજુ આગામી એક સપ્તાહ સુધી ગરમીથી રાહત નહીં મળે, પરંતુ તાપમાનનો પારો સતત ઊંચકાશે એવા હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે. અમદાવાદમાં 40.8 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4 વડોદરામાં 40.6, અમરેલીમાં 40.5, રાજકોટમાં 40.5 અને સુરેન્દ્રનગરમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી એક સપ્તાહ સુધી ગરમીમાં સતત વધારો થશે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો, 29મી એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જશે.