ભારતમાં આયોજિત G-20 બેઠકમાં જાપાનના વિદેશ મંત્રી નહીં રહે હાજર

જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી બુધવારથી ભારતમાં શરૂ થઈ રહેલી G20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે નહીં. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો હયાશીએ પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરી દીધો છે. તેની પાછળ જાપાનની સંસદમાં બજેટ અંગેની ચર્ચા કહેવામાં આવી રહી છે.

જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે જાપાનના વિદેશ મંત્રી શુક્રવારે યોજાનારી ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેશે કે કેમ. જણાવી દઈએ કે ક્વોડ દેશોની બેઠકમાં ભારતની સાથે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ભાગ લેશે. મળતી માહિતી અનુસાર, જાપાનના વિદેશ મંત્રીને બદલે કોઈ નાયબ મંત્રી આ બેઠકમાં ભાગ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 1 માર્ચથી ભારતમાં G20 રાજદ્વારીઓની બેઠક યોજાવા જઈ રહી છે. બેઠકના એક દિવસ પહેલા એટલે કે 28 ફેબ્રુઆરી સુધી જાપાન તરફથી G-20 બેઠકમાં કોણ હાજરી આપશે તે નક્કી કરી શક્યું નથી, હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બેઠકમાં જાપાનની હાજરી પર શંકા યથાવત્ છે.

જાપાનમાં વિવાદ વધી શકે છે

જાપાન સરકારના આ વલણ બાદ દેશમાં જ વિવાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે. જાપાની મીડિયાએ સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. જાપાનના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે જાપાન ચીન સામે પોતાની સુરક્ષાને મજબૂત કરવામાં અને ભારત સાથે ભાગીદારી મજબૂત કરવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં જાપાનના વિદેશ મંત્રી જી-20 બેઠકમાં ભાગ ન લેવાથી જી-20 દેશોને ખોટો સંદેશ જશે.

G20 in Gujarat Hum Dekhenge News

જી-20ની બેઠક ઝારખંડમાં યોજાશે

જણાવી દઈએ કે 1 માર્ચે યોજાનારી બેઠક ઝારખંડની રાજધાની રાંચીમાં યોજાશે. જે માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં ઘણા વિદેશી પ્રતિનિધિઓ ભાગ લેશે. તમને જણાવી દઈએ કે ભારતે આ બેઠકમાં ભાગ લેવા માટે ઘણા દેશોને મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે. આ દેશોમાં નેધરલેન્ડ, નાઈજીરીયા, ઓમાન, સિંગાપોર, બાંગ્લાદેશ, ઈજીપ્ત, મોરેશિયસ, સ્પેન અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિઓ સામેલ છે.