ગુજરાતમાં TET-2ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

ગુજરાતભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટની પરીક્ષા યોજાઈ હતી. 2 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપી છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. જેમાં ગુજરાતી માધ્યમના 2 લાખ, 65 હજાર, 791 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમના 6 હજાર 113 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 4 હજાર, 162 ઉમેદવારો પરીક્ષા આપી. હતી.મહત્વનું છે કે, ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે ફરજિયાત TET 2ની પરીક્ષા 6 વર્ષ બાદ લેવામાં આવી છે.  પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ખાસ SOP બનાવાઈ હતી જેમાં ગેરરીતિ અટકાવવા PATA એપ્લિકેશનનો પણ ઉપયોગ કરાયો હતો. ઉલ્લેખનિય છે કે અમદાવાદ જિલ્લામાં 70 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી છે તેમજ રાજ્યના કુલ 900 પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષા લેવાઈ છે. જે પરીક્ષાને લઈ પરીક્ષાર્થી જણાવ્યું કે, પેપર સહેલું હતું તેમજ કોઈ પણ પ્રશ્ન એવો ન હતો જે મુજવણમાં મુકી શકે.

ગત રવિવારે યોજાઈ હતી ટેટ-1ની પરીક્ષા

છેલ્લા રવિવારે રાજ્યભરમાં ટેટ-1ની પરીક્ષા લેવાઇ હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને કોઇ ગરબડી વિના આ પરીક્ષાપૂર્ણ થતાં પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. આ પરીક્ષા માટે કુલ 86 હજાર જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી 73, 279 ઉમેદવારો હાજર રહ્યા. જ્યારે 12762 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.