અમેરિકા: અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે ઉતરણ કર્યું. કેપ્સ્યુલ પાણીમાં પડતાની સાથે જ આ કામગીરીમાં સામેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો.
Splashdown confirmed! #Crew9 is now back on Earth in their @SpaceX Dragon spacecraft. pic.twitter.com/G5tVyqFbAu
— NASA (@NASA) March 18, 2025
અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને કેપ્સ્યુલ પૃથ્વી પર પહોંચતાની સાથે જ તેમને રિકવરી જહાજ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા. ત્યારબાદ હેચ ખોલીને ચારેય અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા. ક્રૂ-9 કમાન્ડર નિક હેઈ ગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા સૌપ્રથમ હતા. ત્યારપછી, રોસકોસ્મોસ અંતરિક્ષયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ બહાર આવ્યા.
THE MOMENT! Sunita Williams exits the Dragon capsule#sunitawilliamsreturn #SunitaWillams pic.twitter.com/sCsYw7MUgq
— JUST IN | World (@justinbroadcast) March 18, 2025
ત્યારપછી સુનિતા વિલિયમ્સને બહાર કાઢવામાં આવ્યા હતા. કેપ્સ્યુલમાંથી બહાર આવતાં સુનિતાએ હાથ હલાવીને સ્મિત કર્યું. તેમના બહાર આવતા જ તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ થઈ ગયો હતો. બૂચ વિલ્મોર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા અંતરિક્ષયાત્રી હતા. તમામ લોકો ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
