મુંબઈઃ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને કોરોનાવાઈરસ ચેપી બીમારી લાગુ પડતાં એ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે આગામી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં રમી નહીં શકે. એની જગ્યાએ અન્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્રણ-મેચોની સીરિઝની પહેલી મેચ આવતા મંગળવારથી શરૂ થઈ રહી છે.
35 વર્ષનો ઉમેશ યાદવ એની છેલ્લી ટ્વેન્ટી-20 મેચ 2019માં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. એને પણ સાથળના સ્નાયૂની ઈજા થતાં ટીમની બહાર થવાની ફરજ પડી હતી. હવે સાજો થઈ ગયો હોવાથી ટીમમાં ફરી સામેલ થયો છે.
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટેની ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ અને ઉમેશ યાદવ.
ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચઃ
20 સપ્ટેમ્બર – પહેલી મેચ – મોહાલી
23 સપ્ટેમ્બર – બીજી મેચ – નાગપુર
25 સપ્ટેમ્બર – ત્રીજી મેચ – હૈદરાબાદ