મેલબોર્નઃ શ્રીલંકામાં ભયંકર રાજકીય અંધાધૂંધી ફેલાઈ છે તે છતાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તેની ટીમને શ્રીલંકાને પ્રવાસે મોકલવા મક્કમ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે તેની ટીમનો શ્રીલંકા ખાતેનો છ-અઠવાડિયા લાંબો પ્રવાસ યથાવત્ છે. ટીમ તમામ ફોર્મેટમાં શ્રીલંકામાં મેચો રમશે. મેચો કેન્ડી, ગોલ, હેમ્બેનટોટા અને પાટનગર કોલંબોમાં રમાશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તાએ કહ્યું છે કે અમારા ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફને શ્રીલંકામાંની પરિસ્થિતિ અંગે સતત જાણ કરવામાં આવી રહી છે. અમારી ટીમ તે દેશના પ્રવાસે જાય એને હજી ત્રણ અઠવાડિયાનો સમય છે. તેથી હાલને તબક્કે પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવાનું અમને ઠીક લાગતું નથી.