ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ ફેન્સનું દિલ તોડે તેવા સમાચાર આપ્યા છે. વિરાટે પોતાના ભવિષ્ય અને 2027 માં રમાનારા વનડે વર્લ્ડ કપને લઈને એક સંતોષકારક છતાં લાગણીસભર ખુલાસો કર્યો છે. West Indies સામેની હોમ વનડે સિરીઝ પહેલા તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે South Africa માં યોજાનારો 2027 ICC Cricket World Cup ભારત માટે તેમનો અંતિમ વનડે વર્લ્ડ કપ રહેશે.

મેદાન પર આપીશ મારું 100% યોગદાન: વિરાટ કોહલી
જીઓસ્ટારને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં 50 ઓવરના વર્લ્ડ કપના પડકારો અંગે વાત કરતા કોહલીએ કહ્યું, “ટીમ ઇન્ડિયા તરફથી રમાનારો આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે અને આ જ મારી સૌથી મોટી પ્રેરણા છે. તેથી હું મેદાન પર મારૂં સર્વસ્વ ઝોંકી દેવા અને 100% પ્રદર્શન કરવા માટે સજ્જ છું.”50 ઓવરના ફોર્મેટની તીવ્રતા (Intensity) વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, એક મોટી ટૂર્નામેન્ટમાં સળંગ 10 મેચો સુધી શારીરિક અને માનસિક રીતે ઉત્કૃષ્ટ સ્તર જાળવી રાખવું અત્યંત થકવી નાખનારું હોય છે, ખાસ કરીને જ્યારે તમે વિદેશી પરિસ્થિતિઓમાં રમી રહ્યા હોવ.
વર્લ્ડ કપમાં કોહલીનો દબદબો
વિરાટ કોહલીનો વર્લ્ડ કપમાં રેકોર્ડ અદ્ભુત રહ્યો છે. તેમણે વર્લ્ડ કપની 37 મેચોમાં 59.83 ની શાનદાર એવરેજથી 1,795 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 12 અડધી સદી શામેલ છે. સમગ્ર ODI કરિયરની વાત કરીએ તો, તેમણે 302 ઇનિંગ્સમાં 54 સદી સાથે 14,941 રન ફટકાર્યા છે.

રોહિત શર્માએ પણ ભવિષ્ય અંગે મૌન તોડ્યું
બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાના ક્રિકેટ ભવિષ્ય અંગે પ્રતિક્રિયા આપી હતી. રોહિતે જણાવ્યું કે, તેમના મગજમાં ક્યારેય એવો વિચાર નથી આવતો કે તેમનું ક્રિકેટિંગ કરિયર પૂરું થઈ ગયું છે. જ્યાં સુધી તમે રમી રહ્યા છો, ત્યાં સુધી તમારી સામે નવી નવી શાનદાર પડકારો આવતા જ રહે છે.ભારત અને West Indies વચ્ચે Sunday થી શરૂ થઈ રહેલી 3 મેચોની વનડે સિરીઝ સાથે જ 2027 ના વર્લ્ડ કપની તૈયારીઓનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને બંને ભારતીય દિગ્ગજોનો ઉત્સાહ ચરમસીમા પર છે.






