કોમલ રાનીએ ગોવિંદાની પત્ની સુનીતા પર લગાવ્યા ચોંકાવનારા આરોપો

બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને કોમલ રાની સુવર્ણકાર વચ્ચેના અફેરની ચર્ચાઓ હાલ વિવાદનું રૂપ ધારણ કરી ચૂકી છે. તાજેતરમાં ગોવિંદા અને કોમલ રાની લાલબાગચા રાજાના દર્શને સાથે પહોંચ્યા હતા, જેના પછી ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાએ નામ લીધા વિના નારાજગી વ્યક્ત કરી હતી. સુનીતાએ દક્ષિણેશ્વર કાલી મંદિર દર્શન દરમિયાન એક નિવેદન આપ્યું હતું કે, “મારું ઘર વગર કોઈ કારણે તૂટી રહ્યું છે.” હવે આ નિવેદન પર કોમલ રાનીએ સખત પ્રતિક્રિયા આપતા સુનીતા પર વળતો પ્રહાર કર્યો છે.

કોમલ રાનીનો સોશિયલ મીડિયા પર સનસનાટીભર્યો દાવો

કોમલ રાનીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરીને સુનીતા આહૂજા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોમલે લખ્યું, “જે સ્ત્રી વર્ષોથી પોતાના જ પતિને માનસિક રીતે હેરાન કરતી હોય અને તેને ખતમ કરવાની કોશિશ કરતી હોય, આવી સ્ત્રીઓની બદદુઆ કોઈને લાગતી નથી. જે ઘર પહેલાથી જ અંદરથી તૂટેલું હોય તેને બહારની કોઈ વ્યક્તિ તોડી શકતી નથી.”તેણે આગળ ઉમેર્યું કે દેશની જનતા એટલી મૂર્ખ નથી કે કોઈના કહેવા માત્રથી સત્યને ઓળખ્યા વિના કોઈની પાછળ દોડવા લાગે. કોમલે સવાલ ઉઠાવ્યો કે સુનીતા પોતાનું દુઃખ સરખું કરવાને બદલે પબ્લિકમાં તેનો તમાશો કેમ બનાવી રહી છે? શું આ ખરેખર કોઈ પીડા છે કે પછી કોઈ મોટું કાવતરું?

“ગોવિંદાને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે”

પોતાની પોસ્ટમાં આગળ લખતાં કોમલે સુનીતા પર આરોપ લગાવ્યો કે, “કોઈ પુરુષને સતત માનસિક ત્રાસ આપવો, તેને કામ કરતા અટકાવવો, ઘરમાં બેસી રહેવા મજબૂર કરવો અને તેને એટલો એકલો કરી દેવો કે તે હતાશામાં ધકેલાઈ જાય – આ કોઈ સમર્પિત પત્નીનું લક્ષણ નથી.”તેણે વધુમાં કહ્યું કે બંધ દરવાજા પાછળ જે કામ ન થઈ શક્યું, તેને હવે જાહેર જગ્યાઓ પર લોકોની સહાનુભૂતિ મેળવીને કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોમલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેના નામને કોઈ પોતાના પર્સનલ એજન્ડા કે પબ્લિસિટી માટે ઉપયોગ ન કરે અને ઈશ્વર દરેક સારા માણસને આવી ચાલાક સ્ત્રીઓથી બચાવે.