લાગણીઓના ઘોડાપૂર સાથે જોડાઈ છે આ વખતે IPL-2021

દુબઈઃ IPL 2021 આ વખતે ભાવના સાથે જોડાઈ ગઈ છે, કેમ કે IPL ફેન્સની ભાવનાને કારણે અલગ-અલગ કેપ્ટનોની જીતની પ્રાર્થના કરી રહ્યા છે. આ ભાવનાનું કારણ છે, બે કેપ્ટન- CSKના મહેન્દ્ર સિંહ ધોની અને બીજો છે, RCBનો વિરાટ કોહલી. આ બંને કેપ્ટનોની કેપ્ટન તરીકે આ છેલ્લી IPL છે.

વિરાટ ઘણા લાંબા સમયથી RCBનો કેપ્ટન છે, જેની ટીમે આજ સુધી IPLની ટ્રોફી નથી જીતી. જેથી તેના તમામ IPL ફેન્સ ઇચ્છે છે કે વિરાટ આ વખતે IPLની ટ્રોફી જીતે.

બીજી બાજુ, ટીમ ઇન્ડિયાના માહી એટલે કે ધોની સાથે લોકોની અલગ ફીલિંગ્સ છે, કેમ કે ધોનીએ IPLમાંથી પણ નિવૃત્ત થવાના સંકેત આપ્યા છે. બની શકે કે આ IPL તેની છેલ્લી ટુર્નામેન્ટ હોય. ધોની ક્રિકેટ જગતમાં ઘણો લોકપ્રિય છે, પણ છેલ્લી IPLમાં CSKનો દેખાવ ખાસ નહોતો. જેથી ફેન્સ ઇચ્છે છે કે આ વખતે ધોની IPL ટ્રોફી જીતે. આવામાં ફેન્સની લાગણી ચરમસીમાએ છે.  

જોકે IPL ફેન્સના ચાહકોની ચાહત દિલ્હી સાથે પણ જોડાયેલી છે, કેમ કે દિલ્હીએ પણ અત્યાર સુધી એક પણ IPL ટ્રોફી નથી જીતી, પણ આ વખતે દિલ્હી પ્લેઓફમાં પ્રવેશતાં ફેન્સ IPL  ટ્રોફી દિલ્હી કેપિટલ્સ જીતે એવી ખેવના રાખી રહ્યા છે. જેથી આ વખતે IPlમાં લાગણીઓનું ઘોડાપૂર ઊમટ્યું છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]