નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ-IPLની 17મી સીઝન ચાલી રહી છે. આ સીઝનની 18મી મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. દરેક મેચ પછી પોઇન્ટ ટેબલમાં ફેરફાર થઈ રહ્યો છે. આ સીઝનમાં ભારતીય ક્રિકેટરોની અત્યાર સુધી બોલબાલા રહી છે. બોલિંગ અને બેટિંગ-બંનેમાં ભારતીય ક્રિકેટરોએ સારો દેખાવ કર્યો છે અને એટલે જ પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ ભારતીય ક્રિકેટરો છે.
IPLમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટરની પાસે હોય છે ઓરેન્જ કેપ. 18 મેચ રમાયા પછી ઓરેન્જ કેપની રેસમાં નવંબર વન વિરાટ કોહલી છે. કોહલીએ ચાર મેચમાં 203 રન બનાવી લીધા છે. બીજા ક્રમે છે રિયાન પરાગ. પરાગે ત્રણ મેચમાં 181 રન બનાવ્યા છે.
હાલની સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ક્રિકેટર મોહિત શર્મા છે. શર્માએ અત્યાર સુધી ચાર મેચમાં સાત વિકેટ લીધી છે. બીજા ક્રમે મુસ્તાફિજુર રહેમાને અત્યાર સુધી ત્રણ મેચમાં સાત વિકેટ લીધી છે. ચોથા ક્રમે યઝુવેન્દ્ર ચહલ છે. ચહલે ત્રણ મેચમાં છ વિકેટ લીધી છે. પાંચમા ક્રમાંકે ખલીલ અહેમદ છે. અહેમદ ચાર મેચમાં છ વિકેટ લીધી હતી.