નવી દિલ્હીઃ IPLના પોઇન્ટ્સ ટેબલમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. 10માંથી સાત ટીમોના શ્વાસ ઉપર-નીચે થઈ રહ્યા છે. હવે IPLમાં પ્લેફઓફની દાવેદાર ટીમોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને કોઈ હાર માનવા તૈયાર નથી. ગઈ કાલે RCBની SRH પર મળેલી જીત પછી પોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. ઓરેન્જ અને પર્પલ કેપમાં પણ ભયંકર ફેરફાર જોવા મળ્યો છે. IPLમાં RCBના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પહેલી સદી ફટકારી હતી. ત્યાર બાદ ઓરેન્જ કેપના દાવેદારોમાં ભાગદોડનો માહોલ બનેલો છે. આ મેચ પછી પણ પર્પલ કેપની યાદીમાં કોઈ ફેરફાર નથી થયો.
IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. RCBના વિરાટ કોહલીએ ભલે સદી ફટકારી હતી, પણ કેપ્ટન ફાફ ડુપ્લેસી હજી પણ યાદીમાં નંબર એક પર છે. તેના 13 મેચમાં 702 રન થયા છે. તે આ વર્ષે 700થી વધુ રન બનાવનારો એકલો બેટ્સમેન છે. બીજા ક્રમે GTનો શુભમન ગિલ છે, તેણે 13 મેચમાં 576 રન બનાવ્યા હતા. એના પથી યશસ્વી જયસ્વાલે 13 મેચમાં 575 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ ચોથા ક્રમે આવીને 13 મેચમાં 538 રન બનાવ્યા છે.
આ સાથે IPLમાં સૌથી વધુ વિકેટ લેવાવાળો બોલર GTનો મોહમ્મદ શમી પહેલા ક્રમાંકે છે. એણે 13 મેચમાં હજી સુધી 23 વિકેટ લીધી છે, જ્યારે રાશિદ ખાને પણ 23 વિકેટો લીધી છે. જોકે શમીની ઇકોનોમી રાશિદથી સારી. જે પછી ત્રીજા ક્રમાંકે યુઝવેન્દ્ર ચહેલે 13 મેચમાં 21 વિકેટ લીધી છે. ચોથા ક્રમાંકે પીયૂષ ચાવલા છે, જેણે 20 વિકેટ લીધી છે. જે પછી વરુણ ચક્રવર્તી 13 મેચમાં 19 વિકેટ લીધી છે.