ટાઈગર વૂડ્સ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ન્યૂયોર્કઃ અમેરિકાના દંતકથાસમાન ગોલ્ફ ખેલાડી ટાઈગર વૂડ્સને કેલિફોર્નિયામાં ભીષણ કાર અકસ્માત નડ્યો છે. એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આને કારણે એમની ગોલ્ફ કારકિર્દી જોખમમાં આવી ગઈ છે. 45-વર્ષીય વૂડ્સને લોસ એન્જેલીસથી 20 માઈલ દૂર દક્ષિણ તરફ રોલિંગ હિલ્સ એસ્ટેટ્સ અને રેન્ચો પેલોસની સરહદ પરના સ્થળે સવારે લગભગ 7.15 વાગ્યે અકસ્માત નડ્યો હતો. કારમાં તે એકલા જ હતા અને પોતે કાર ચલાવતા હતા. કારનો દરવાજો તોડીને એમને બહાર કાઢવામાં આવ્યા હતા અને લોસ એન્જેલીસની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમને પગમાં અનેક ફ્રેક્ચર થયા હતા અને પગ પર અનેક સર્જરી કરવી પડી છે.

વૂડ્સ 1997માં માસ્ટર્સ ટ્રોફી જીતનાર વિશ્વના પ્રથમ અશ્વેત વિજેતા બન્યા હતા. તેઓ બે વર્ષના હતા ત્યારથી ગોલ્ફ રમતા થયા હતા અને 2019માં ફરી માસ્ટર્સ ટ્રોફી જીતીને અભૂતપૂર્વ કહેવાય એવું કમબેક કર્યું હતું. વૂડ્સે એમની કારકિર્દી દરમિયાન 15 મોટા ટાઈટલ્સ જીત્યા છે. એ લગભગ 25 વર્ષ સુધી દુનિયાના સૌથી ફેમસ એથ્લીટ બની રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]