માતા બનશે નિવૃત્ત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન મારિયા શારાપોવા

મોસ્કોઃ ‘હું સચીન તેંડુલકરને ઓળખતી નથી’ એવું ભૂતકાળમાં વિવાદાસ્પદ નિવેદન કરનાર રશિયાની નિવૃત્ત ટેનિસ સ્ટાર અને પાંચ વખત ગ્રાન્ડસ્લેમ વિજેતાપદ જીતનાર મારિયા શારાપોવાએ ગર્ભધારણની જાહેરાત કરી છે. પોતાનાં 35મા જન્મદિવસે શારાપોવાએ આ જાહેરાત કરી છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે એ તેનાં ફિયાન્સ એલેકઝાંડર ગિલકીસ સાથે પોતાનાં પ્રથમ સંતાનના જન્મની પ્રતિક્ષા કરી રહી છે.

ભૂતપૂર્વ મહિલા વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી શારાપોવા અને બ્રિટિશ ઉદ્યોગપતિ ગિલકીસ 2018થી રિલેશનશિપમાં છે. બંનેએ ગયા વર્ષના ડિસેમ્બરમાં સગાઈ કરી હતી. શારાપોવા 2020માં ટેનિસની રમતમાંથી નિવૃત્ત થઈ ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]