બર્મિંઘહમઃ ભારતની વેઇટલિફ્ટર હરજિન્દર કૌરે ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં નવમો મેડલ અપાવ્યો છે. તેણે મહિલાઓની 71 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 212 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. તેણે સ્નેચમાં 93 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 119 કિલો વજન ઉઠાવ્યું હતું. વડા પ્રધાન હરજિંદર કૌરને મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
વડા પ્રધાને કહ્યું હતું કે ભારતીય વેઇટલિફ્ટરોએ કોમનવેલ્થ ગેમ્સમાં અસાધારણ દેખાવ કર્યો છે. એને જારી રાખતાં હરજિંદર કૌરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સફળતા માટે હું તેમને અભિનંદન આપું છું. તેમને ભવિષ્યના તેમના પ્રયાસો માટે શુભકામનાઓ. આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ સારા ડેવિસે 229 કિલો વજન ઉઠાવીને પોતાને નામ કર્યો હતો, જ્યારે કેનેડાની એલેક્સિસે 214 કિલો વજન ઉઠાવવા સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
Our weightlifting contingent has performed exceptionally well at the Birmingham CWG. Continuing this, Harjinder Kaur wins a Bronze medal. Congratulations to her for this special accomplishment. Best wishes to her for her future endeavours. pic.twitter.com/0dPzgkWT3y
— Narendra Modi (@narendramodi) August 2, 2022
આ વેઇટલિફ્ટિંગમાં સાતમો મેડલ છે. આ સિવાય ભારતે જુડોમાં બે મેડલ મળ્યા છે. આમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધી ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જ્યારે લોન બોલ્સ અને બેડમિન્ટનમાં ભારતને મે મેડલ મળવાના છે, એ નક્કી છે.
સોમવારે ભારતને જુડોમાં બે મેડલ મળ્યા હતા. એલ સુશીલા દેવી અને વિજયકુમારે મહિલાઓના 48 કિલો અને પુરષોના 60 કિલો વર્ગમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સુશીલાએ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની મિશેલા વાઇટબૂઇને હરાવી હતી, જ્યારે વિજય કુમારે સાયપ્રસના પેટ્રોસ ક્રાઇસ્ટોડોલિડેસને ઇપ્પોનથી અંક મેળવીને માત આપી હતી.