મુંબઈઃ અત્રે ભારતીય સેનાની ‘આર્મી યૉટિંગ નોડ’ના 22 વર્ષીય સુબેદાર વિષ્ણુ સર્વણને ઓમાનના અલ મુસન્નાહ સ્પોર્ટ્સ સિટી ખાતે તાજેતરમાં યોજાઈ ગયેલી મુસન્નાહ ઓપન નૌકાયન ચેમ્પિયનશિપમાં થાઈલેન્ડ અને ચીનના અનુભવી સ્પર્ધકોને હરાવીને ટોકિયો ઓલિમ્પિક્સમાં આ રમત માટે ક્વાલિફાય થવાની સિદ્ધિ હાંસલ કરી છે.
દસ ફ્લીટ રેસ અને એક મેડલ રેસમાં સુબેદાર સર્વણને જોરદાર હરીફાઈનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો. મૂળ મદ્રાસ એન્જિનીયર્સ ગ્રુપના આ નાવિકે રજત ચંદ્રક જીતવા સાથે ટોકિયો ઓલિમ્પિક્સમાં લેસર સ્ટાન્ડર્ડ વર્ગ માટે ક્વોલિફિકેશન હાંસલ કર્યું છે. ઓલિમ્પિક્સ માટે આ નૌકાયન રમતમાં ક્વાલિફાય થનાર સુબેદાર સર્વણન સૌથી યુવાન વયના ભારતીય નાવિક બન્યા છે.