જાપાન, અમેરિકા પછી સ્વિટ્ઝર્લેન્ડમાં નીરજે ફરી ઇતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ ફરી એક વાર ઇતિહાસ રચ્યો છે અને તે લુસાને ડાયમંડ લીગ 2022 જીતનાર પહેલો ભારતીય બની ગયો છે. નીરજે 89.08 મીટર પહેલો થ્રો ફેંકવાની સાથે લુસાને ડાયમંડ લીગ જીતી લીધી છે. એ સાથે તે સાત-આઠ સપ્ટેમ્બરે જ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલમાં પહોંચી ગયો છે. તે આ સફળતા હાંસલ કરનાર પહેલો ભારતીય છે.

આ સાથે તેણે હંગેરીની બુડાપેસ્ટમાં 2023માં થનારી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. ચોપડા (24)એ આ પુરસ્કાર હાંસલ કરીને પહેલા પ્રયાસમાં 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. એ તેની કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયાસ છે. તે ઇજાને કારણે બર્મિઘહામમાં થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહોતો લઈ શક્યો.

હરિયાણામાં પાણીપતના ખંડરા ગામનો રહેવાસી ચોપડા ડાયમંડ લીગનો રોઈ પુરસ્કાર જીતનારો પહેલો ભારતીય બની ગયો છે. ચોપડાથી પહેલાં ચક્કી ફેંક ખેલાડી વિકાસ ગૌડા ડાયમંડ લીગ મીટના ટોચના ત્રણમાં જગ્યા બનાવનાર એકમાત્ર ભારતીય છે. ચોપડાનો રાષ્ટ્રીય રેકોર્ડ 89.94 મીટર છે, જે તેણે સ્ટોકહોમ ડાયમંડ લીગમાં બનાવ્યો હતો.ડાયમંડ લીગમાં કોઈ પદ નથી હોતો અને એથ્લીટોને પોઇન્ટ મળે છે. લુસાનેથી પહેલાં ચેક ગણરાજ્યના જેકબ વડલેજ્ચ 20 પોઇન્ટની સાથે પોઇન્ટસમાં આગળ ચાલી રહ્યો હતો. અહીં તેનો દેખાવ સારો નહોતો રહ્યો. તેનો સર્વશ્રેષ્ઠ થ્રો 84.56 મીટર હતો. પોઇન્ટ ટેબલમાં તે બીજા સ્થાન પર જર્મનીના જુલિયન વેબર આ ઇવેન્ટનો હિસ્સો નહોતો