અમદાવાદઃ વિદેશથી MD ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરીની પકડાઈ છે અને રમકડાંની આડમાં આ કૃત્ય કરવામાં આવી રહ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી કરતાં આશરે રૂ. 3.45 કરોડની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો. વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઇન મગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી જપ્ત કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન મગાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનને મદદથી વિદેશથી ઓનલાઇન ડ્રગ્સ મગાવવામાં આવી રહ્યું છે. જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. એ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ કુરિયર પહોંચ્યા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી તપાસ કરતાં આ કુરિયરમાં રમકડાંની આડમાં સંતાડેલું રૂ. 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રીડ ગાંજો અને એમ.ડી. ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને USA જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતા હોવાની શંકા છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી આ રેકેટનો પર્દાફાશ કરવા થયો છે. જે સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.
