શરદ પવાર ક્યારેય ભાજપ સાથે નહીં જાય: સંજય રાઉત

મહારાષ્ટ્રના રાજકારણમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને જૂથોના વિલીનીકરણને લઈને ફરી ચર્ચાઓ તેજ બની છે. અજિત પવાર જૂથ અને શરદ પવાર જૂથ એકસાથે આવશે કે નહીં તે અંગે રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે. આ દરમિયાન શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે આ ચર્ચાઓને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે શરદ પવાર કોઈપણ સંજોગોમાં ભાજપ સાથે નહીં જાય.

છેલ્લા કેટલાક દિવસોથી NCPના બંને જૂથોના નેતાઓની શરદ પવાર સાથે મુલાકાતો થઈ રહી છે. ગયા અઠવાડિયે સુનેત્રા પવારના નેતૃત્વ હેઠળના NCP જૂથના નેતાઓ પ્રફુલ્લ પટેલ અને પાર્થ પવાર સહિતના નેતાઓએ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. ત્યારથી બંને જૂથોના વિલીનીકરણની ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે. જોકે, હવે સંજય રાઉતે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે.

શરદ પવારની વિચારધારા અલગ છેઃ સંજય રાઉત

NCPના બંને જૂથોના વિલીનીકરણ અંગે સંજય રાઉતે કહ્યું કે, “હું વારંવાર કહી ચૂક્યો છું કે વિલીનીકરણની વાત હવે પૂરી થઈ ગઈ છે. તમે લોકો આ વાતને બિનજરૂરી રીતે આટલું મહત્ત્વ કેમ આપી રહ્યા છો? કોઈપણ સંજોગોમાં અજિત પવાર જૂથ અને શરદ પવારની મૂળ પાર્ટીનું વિલીનીકરણ નહીં થાય.”

તેમણે વધુમાં કહ્યું કે, “શરદ પવાર સાહેબ કોઈપણ સંજોગોમાં ભાજપ સાથે નહીં જાય.