બોપલની શાંતિ એશિયાટિક સ્કૂલમાં જુનિયર સ્ટુડન્ટ કાઉન્સિલની ઇન્વેસ્ટિચર સેરેમોની

અમદાવાદ: બોપલ વિસ્તારમાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે જુનિયર સ્કૂલ સ્ટુડન્ટ કાઉન્સિલની ઇન્વેસ્ટિચર સેરેમોની (વિદ્યાર્થી પરિષદનો પદ સમારોહ)નું આયોજન કરવામાં આવ્યું. જેમાં પદ પ્રાપ્ત કરનાર વિધ્યાર્થી નેતાઓએ સંસ્થાના મૂલ્યોને જાળવી રાખવા અને પ્રામાણિકતા, સહાનુભૂતિ અને પ્રતિબદ્ધતા સાથે તેમની જવાબદારીઓ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.આ કાર્યક્રમે વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું કે સાચું નેતૃત્વ સત્તા પર નહીં, પરંતુ ચારિત્ર્ય, જવાબદારી અને સેવા પર આધારિત છે.આ સમારંભમાં માતા-પિતાએ તેમના બાળકોને આપવામાં આવેલા પદના બેજ લગાવ્યા હતા.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો ઉપરાંત સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.