જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી હવે હિન્દુ ધર્મનો ભાગ નથી. તેઓએ તેમને જાહેરમાં હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત કરવાની જાહેરાત કરી છે. બદ્રીનાથના શંકરાચાર્ય આશ્રમમાં પત્રકારો સાથે વાત કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે મનુસ્મૃતિ અંગે સંસદમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનથી સનાતન ધર્મના તમામ અનુયાયીઓ દુઃખી છે. શંકરાચાર્યએ કહ્યું કે રાહુલ ગાંધી સંસદમાં કહે છે કે બળાત્કારીને બચાવવાનું સૂત્ર બંધારણમાં નહીં પણ તમારા પુસ્તક એટલે કે મનુસ્મૃતિમાં લખાયેલું છે.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ત્રણ મહિના પહેલા એક નોટિસ મોકલવામાં આવી હતી જેમાં તેમને સ્પષ્ટતા કરવાનું કહેવામાં આવ્યું હતું કે તેમણે જે કહ્યું હતું તે મનુસ્મૃતિમાં ક્યાં લખ્યું છે? પરંતુ આટલા સમય પછી પણ રાહુલ ગાંધીએ કોઈ જવાબ આપ્યો નહીં કે માફી માંગી નહીં.
શંકરાચાર્યએ કહ્યું, જ્યારે કોઈ વ્યક્તિ સતત હિન્દુ શાસ્ત્રોનું અપમાન કરે છે અને સમજૂતી આપવાનું ટાળે છે, ત્યારે તેને હિન્દુ ધર્મમાં સ્થાન આપી શકાતું નથી.” તેમણે સ્પષ્ટતા કરી કે હવે રાહુલ ગાંધીનો મંદિરોમાં વિરોધ થવો જોઈએ અને પુજારીઓને અપીલ કરી કે તેઓ તેમની પૂજા ન કરે કારણ કે તેઓ હવે પોતાને હિન્દુ કહેવાનો હકદાર નથી.
