ગુજરાતભરમાં ફરી મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાથી ટ્રેન વ્યવહારને અસર થઈ છે. જેના કારણે 18.09.2023 ના રોજ અમદાવાદ ડિવિઝનની નીચેની ટ્રેનોને અસર થઈ છે.
અંકલેશ્વરમાં પહેલા માળ સુધી પાણી પહોંચ્યા
અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ!
જુઓ Drone Video#Gujarat #Narmada #railway #latestupdate #Ankleshwar #Bharuch pic.twitter.com/IPuzN1Qrsh— Patel Parth (@ParthPatelNews) September 18, 2023
ભારે વરસાદના કારણે 18મી સપ્ટેમ્બર 2023ના રોજ આ ટ્રેનો સંપૂર્ણપણે રદ
- ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
- ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
- ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
- ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ
પશ્ચિમ રેલવેના બાજવા-વડોદરા યાર્ડની વચ્ચે ઇલેક્ટ્રિક લાઇનમાં ટેક્નિકલ ખામીને પગલે અમદાવાદથી ઉપડતી અને પસાર થતી 14થી વધુ ટ્રેનો બેથી 6 કલાક સુધી મોડી થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અનેક ટ્રેનોને જુદા જુદા સ્ટેશનો પર ઊભી રાખી દેવામાં આવી હતી. રેલવે દ્વારા મુસાફરોને યોગ્ય કારણ અને કેટલો સમય થશે તે અંગેની વિગતો ન મળતા રોષે ભરાયા હતા. ટ્રેનોના શિડયુલ ખોરવાતા અમદાવાદ-વડોદરા વચ્ચેની ઇન્ટરસિટી અને મેમુ ટ્રેનને પણ રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એકસ.ને વાપી, ભુજ – દાદર એક્સ.ને પણ વલસાડ સુધી અને જામનગર વડોદરા ઇન્ટરસિટીને આણંદ સુધી શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી.
Most of Ankleshwar town is under water up to first-floor height due to the Narmada River flood. Thousands of parked vehicles across the town in water. #Bharuchfloods #GujaratRain #Ankleshwar pic.twitter.com/sIpaJDlJe5
— Darpan Solanki (@DarpanDHS16) September 18, 2023
બાજવા – વડોદરા યાર્ડમાં ઇલેક્ટ્રિક લાઈનમાં ક્ષતિ સર્જાતા અમદાવાદથી પસાર થતી મુંબઈ સહિતની ટ્રેનો કલાકો સુધી મોડી પડતા હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અમદાવાદથી વડોદરા વચ્ચેના વિવિધ સ્ટેશનો પર ગાડીઓને ઉભી રાખી દીધા બાદ લાંબા સમય બાદ જાણ કરાઈ હતી. આ સાથે ટ્રેનો જે સ્ટેશનો પર ઊભી રખાઇ હતી ત્યાં પણ રેલવે કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ પણ ન મળતાં અનેક મુસાફરો રીફ્ંડની માગ કરવા લાગ્યા હતા. આ વચ્ચે ઘણા કેટલાક મુસાફરો લાંબા સમય સુધી રાહ જોયા બાદ ટ્રેનમાંથી ઉતરીને બસ મારફતે આગળની સફર કરવા મજબૂર બન્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. 14થી વધુ ટ્રેનો 6 કલાક સુધી મોડી થતાં વરસાદી માહોલ વચ્ચે પણ ટ્રેનમાં બેસી રહેવા મજબૂર થયા હતા.