સલમાનના પિતા બાદ એક્સ ગર્લફ્રેન્ડ પર ભડક્યો બિશ્નોઈ સમાજ

મુંબઈ: 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન ફિલ્મ સ્ટારે કાળા હરણનો શિકાર કર્યો હતો. 26 વર્ષ બાદ સલમાન ખાનના પિતા સલીમ ખાને એબીપી ન્યૂઝ પર આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે સલમાન ખાને આજ સુધી કોઈ કોક્રોચ પણ માર્યું નથી. આ નિવેદન બાદ બિશ્નોઈ સમુદાય ભડક્યો છે અને કાળા હરણના શિકારનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

સલીમ ખાનના નિવેદન બાદ બિશ્નોઈ સમુદાય નારાજ છે. બીજી તરફ, સલમાન ખાનને આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. તો બીજી બાજુ20ઉત્તર પ્રદેશના સાંસદે સલમાન ખાનને સોશિયલ મીડિયા પર બિશ્નોઈ સમુદાયની માફી માંગવાની સલાહ આપી હતી. બિશ્નોઈ સમાજ માફ કરવાના મૂડમાં નથી.

‘સલમાન ખાન બિશ્નોઈ સમુદાયનો દોષી છે’
બિશ્નોઈ મહાસભાના જોધપુર જિલ્લા અધ્યક્ષ નારાયણ ડાબરીએ એબીપી ન્યૂઝ સાથે ખાસ વાત કરતા કહ્યું કે સલમાન ખાન બિશ્નોઈ સમુદાયનો દોષી છે. જો તેને સમાજ પાસેથી માફીની જરૂર હોય તો તેણે જાતે આવીને માફી માંગવી જોઈએ. શક્ય છે કે આનાથી સમાજમાં ચાલી રહેલો આક્રોશ ઓછો થશે, પરંતુ ન્યાય પ્રક્રિયા જેમ છે તેમ ચાલુ રહેશે, કોર્ટ જે પણ નિર્ણય લેશે સમાજ તેને સ્વીકારશે.

નારાયણ ડાબરીએ કહ્યું, “સલમાન ખાને શિકાર કર્યો હતો. તેના કારણે સલમાન ખાન પર ચાર કેસ નોંધાયા હતા. સલમાન ખાનને જેલમાં પણ જવું પડ્યું હતું. જો તેના પિતા કહે છે કે તેણે વંદો પણ માર્યો નથી, તો પછી હરણનું મારણ કોણે કર્યું? સલમાન ખાનને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા ઓળખવામાં આવ્યો હતો અને તમામ પુરાવા પછી કોર્ટે તેને સજા સંભળાવી હતી.”

‘જેણે ગુનો કર્યો છે તેને સજા થશે’

આ સાથે જ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, “હું ભારત આવીને સલમાન ખાન માટે બિશ્નોઈ સમુદાયની માફી માંગવા માંગુ છું. સમાજે સલમાન ખાનને માફ કરી દેવો જોઈએ.”

તેના પર બિશ્નોઈ મહાસભાના જોધપુર જિલ્લા અધ્યક્ષ નારાયણ ડાબરીએ કહ્યું કે જેણે ગુનો કર્યો છે તેણે માફી માંગવી જોઈએ હું સોમી અલીને પૂછવા માંગુ છું કે જો સલમાન ખાનને કોર્ટ સજા કરશે તો શું તે તેની જગ્યાએ સજા ભોગવશો?