ગાંધીનગરને મળ્યા નવા મેયર, રૂપસિંહ ઠાકોરના શિરે મુકાયો તાજ

ગાંધીનગર: GMC (ગાંધીનગર મહાનગરપાલિકા) ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિજય મેળવ્યા બાદ આજે સત્તાવાર રીતે નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. પક્ષના પ્રદેશ નેતૃત્વ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, ગાંધીનગરના નવા મેયર તરીકે રૂપસિંહ ઠાકોરના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાવાર કવર ખોલીને તમામ નવા હોદ્દેદારોના નામોની ઘોષણા કરવામાં આવી હતી. ભાજપે સામાજિક અને પ્રાદેશિક સમીકરણોને ધ્યાન ધ્યાનમાં રાખીને યુવા અને અનુભવી ચહેરાઓનો સમન્વય કરીને આ નવી ટીમને ગાંધીનગરના વિકાસ કાર્યોને આગળ ધપાવવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. વરણી બાદ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને પક્ષના કાર્યકરો અને સમર્થકો દ્વારા મોં મીઠું કરાવીને શૂભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.