ઓનલાઇન ટ્રેડિંગને નામે રૂ. 1.21 કરોડની છેતરપિંડી

નવી દિલ્હી: ઓનલાઈન મૂડીરોકાણ અને ટ્રેડિંગને નામે છેતરપિંડીના બે સનસનીખેજ કેસ સામે આવ્યા છે, જેમાં દિલ્હી પોલીસે કુલ રૂ. ૧.૨૧ કરોડથી વધુની કથિત છેતરપિંડી અંગે એફઆઈઆર (FIR) નોંધી છે. રોકાણકારોને આઈપીઓ (IPO), પ્રી-માર્કેટ ટ્રેડિંગ અને વિશેષ ટ્રેડિંગ એકાઉન્ટ્સ દ્વારા ભારે નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં આકર્ષક વળતરનો દાવો કરવામાં આવ્યો, પરંતુ બાદમાં રકમ ઉપાડવામાં મુશ્કેલી ઊભી થઈ અને વધુ રકમની માગ કરવામાં આવી હતી.

પ્રથમ કેસ: વોટ્સએપ ગ્રુપ દ્વારા રોકાણનું નેટવર્ક

પશ્ચિમ દિલ્હીના એક રહેવાસીએ આરોપ લગાવ્યો કે તેને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ઓનલાઈન રોકાણ યોજનામાં સામેલ કરવામાં આવ્યો હતો. ગ્રુપના લોકોએ પોતાને રોકાણ અને શેરબજારના જાણકાર બતાવ્યા અને શેર ટ્રેડિંગ દ્વારા મોટો નફો અપાવવાનો ભરોસો આપ્યો.

આરોપ છે કે રોકાણ માટે તૈયાર કર્યા બાદ અલગ-અલગ તબક્કામાં રકમ જમા કરાવવામાં આવી. નફો દેખાવા પર તે નાણાં ઉપાડી શકશે તેમ કહેવામાં આવ્યું હતું. રોકાણકારે શરૂઆતમાં આશરે રૂ. ૫.૫ કરોડના લેવડ-દેવડના આંકડા રજૂ કર્યા. ૫ ઓગસ્ટે એક મિડલમેને સર્વિસ ચાર્જ તરીકે રૂ. ૬૬ લાખ માગ્યા. પહેલી  સપ્ટેમ્બરે નાણાં ઉપાડતી વખતે વધુ રૂ. ૨૩ લાખ જમા કરાવવાનું કહેવામાં આવ્યું. આ શંકાસ્પદ માગોને કારણે રોકાણકારે પોલીસનો સંપર્ક કર્યો.

બીજો કેસ: ઓનલાઈન પ્લેટફોર્મ પર રૂ. ૫૭ લાખથી વધુ ગુમાવવાનો આરોપ

રોહિણીના એક અન્ય વ્યક્તિએ સોશિયલ મિડિયા ગ્રુપના માધ્યમથી ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ દ્વારા છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. પ્લેટફોર્મ પર રોકાણને નામે કુલ રૂ. ૫૭ લાખથી વધુની રકમ પડાવવામાં આવી હોવાનો આરોપ છે. પ્લેટફોર્મ પર નફો દેખાવા છતાં જ્યારે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે વિવિધ શૂલ્ક અને અન્ય ચુકવણીને નામે પરેશાન કરવામાં આવ્યા હતા.

રોજના ત્રણથી ૧૦ ટકા વળતરની લાલચ

આ કૌભાંડનો સૌથી મોટો પર્દાફાશ એ છે કે રોકાણકારોને એક IPO માં ૩૫૦ ટકા થી વધુ વળતર મળવાનો અંદાજ બતાવવામાં આવ્યો હતો. શિકાયતકર્તાના ખાતામાં ૩૦૦ ટકા થી વધુ નફો દેખાવા લાગ્યો હતો, પરંતુ જ્યારે રકમ ઉપાડવાની કોશિશ કરી ત્યારે ખાતાનું એક્સેસ બ્લોક કરી દેવામાં આવ્યું અને માર્જિન મની, ટેક્સ તેમ જ એકાઉન્ટ ક્લોઝર ફીને નામે વધારાના નાણાં માગવામાં આવ્યા.