અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. નગરયાત્રા કરી ભગવાનના રથ નિજમંદિરમાં પહોંચ્યા હતા. ભગવાનના રથ મંદિરમાં પહોંચતા અમી છાંટણા થયા હતા. અમદાવાદમાં નીકળેલી 147મીં રથયાત્રા શાંતિપુર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે.ત્રણેય રથ નીજ મંદિરના પ્રાંગણમાં પરત ફર્યા છે. આજની રાત ભગવાન જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરાવાશે નહીં. આવતી કાલે સવારે આરતી બાદ ભગવાનને નીજ મંદિરમાં પ્રવેશ કરાવાશે.

અમદાવાદમાં રથયાત્રાના અલગ અલગ રંગ જોવા મળશે. રથયાત્રામાં શણગારેલા 18 ગજરાજ જોવા મળ્યા. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડબાજા, સાધુ સંતો સાથે 1000થી 1200 ખલાસી રથ ખેંચવા જોડાયા. 2000 જેટલાં સાધુ સંતો રથયાત્રામાં હાજર રહ્યા.


ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચુસ્ત સુરક્ષા વચ્ચે આ રથયાત્રા કાઢવામાં આવી છે. દર વર્ષે સવારે 7 વાગ્યે રથયાત્રા શરૂ થાય છે. જગન્નાથજીની રથયાત્રા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથજી આજે દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા હતા.