મુંબઈ: ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઘણા ભાઈ-બહેનની જોડી ખૂબ પ્રખ્યાત છે. આમાંના કેટલાક ભાઈ-બહેનો એક જ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે, પરંતુ કેટલાક એવા પણ છે કે જેમાં એક એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે અને બીજા ફિલ્મી દુનિયાની બહાર કોઈ અન્ય ક્ષેત્રમાં પોતાનું નામ બનાવી રહ્યા છે.
સૈફ અલી ખાન અને સબા અલી ખાન
સૈફ અલી ખાન હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા છે. સૈફને બે બહેનો સોહા અલી ખાન અને સબા અલી ખાન છે. સોહા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરે છે, પરંતુ સબા અલી ખાન જ્વેલરી ડિઝાઈનર છે. સબાએ ફિલ્મી દુનિયાના ગ્લેમરથી દૂર જઈને જ્વેલરીના ગ્લેમરની વચ્ચે કામ કરવાનું પસંદ કર્યું અને જ્વેલરી ડિઝાઈનિંગના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી.
અર્જુન કપૂર અને અશુંલા કપૂર
અર્જુન કપૂર પણ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા છે. તેની બહેન અંશુલા કપૂર પણ મનોરંજનની દુનિયાથી દૂર રહીને સામાજિક કાર્યોમાં સક્રિય છે. અંશુલા ‘ફેનકાઇન્ડ’ નામની ચેરિટી સંસ્થા ચલાવે છે, જે વિવિધ સામાજિક મુદ્દાઓ પર કામ કરે છે. આ પહેલા તે ગૂગલ અને HRX માટે પણ કામ કરી ચૂકી છે.
રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર
રણબીર કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે, જ્યારે તેની બહેન રિદ્ધિમા કપૂર સાહની સફળ જ્વેલરી ડિઝાઈનર છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાને બદલે રિદ્ધિમાએ પોતાની જ્વેલરી બ્રાન્ડ ‘R’ની સ્થાપના કરી.
અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન
અભિષેક બચ્ચને પિતા અમિતાભ બચ્ચન અને માતા જયા બચ્ચનના પગલે ચાલીને અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવી હતી, પરંતુ તેમની બહેન શ્વેતા બચ્ચન નંદાએ લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવી. તેમનું પ્રથમ પુસ્તક ‘પેરેડાઈઝ ટાવર્સ’ ખૂબ વખણાયું હતું. લેખન ઉપરાંત, શ્વેતા એક ફેશન બ્રાન્ડ ‘MXS’ની સહ-સ્થાપક પણ છે, જેની શરૂઆત તેણે તેની મિત્ર મોનિષા જયસિંહ સાથે કરી હતી.
સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન
સારા અને ઈબ્રાહિમનો બોન્ડ સોશિયલ મીડિયા પર જગજાહેર છે. ભાઈ-બહેન રિયલ લાઈફમાં એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે. સારાએ બૉલિવૂડમાં કરિયર બનાવ્યું છે પરંતુ ઈબ્રાહિમના પ્લાન વિશે હજી કંઈ ખાસ ખબર નથી.
આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન
આ ત્રણેય ભાઈ-બહેન વચ્ચે બહુ જ પ્રેમ છે. સુહાનાએ બૉલિવૂડમાં ડેબ્યૂ કરી લીધું છે તો આર્યન ડિરેક્ટોરિયલ ડેબ્યૂ માટે તૈયાર છે. ક્યુટ અબ્રાહમને જોતાં જ તેના પર વ્હાલ આવે એવો છે.