બૉલિવુડ સ્ટાર રાજકુમાર રાવે બુધવારે પોતાના ચાહકોને ખુશખબર આપી છે. ટૂંક સમયમાં રાજકુમાર રાવના ઘરમાં નાના મહેમાનની કિલકારી ગુંજશે. બૉલિવુડ અભિનેતાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
રાજકુમાર રાવ અને પત્રલેખા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. અભિનેતાએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. રાજકુમારે લખ્યું,’બેબી ઓન ધ વે.’ રાજકુમાર રાવની આ પોસ્ટ પર બોલિવૂડ સ્ટાર્સ તેમજ ચાહકો તરફથી ઘણી શુભેચ્છાઓ મળી છે. ચાહકોએ પણ અભિનેતાને તેમના જીવનમાં એક નવા અને ખુશ વળાંક માટે અભિનંદન આપ્યા છે. પંચાયત અભિનેત્રી સુનિતા રાજભરે કોમેન્ટમાં રાજકુમારને અભિનંદન આપ્યા છે. આ સાથે, બોલીવુડ સ્ટાર પુલકિત સમ્રાટે પણ માતા-પિતા બનવાના આ સમાચાર પર તેના મિત્રોને અભિનંદન પાઠવ્યા છે.
View this post on Instagram
રાજકુમાર રાવ અને પત્રલેખા બંનેએ 15 નવેમ્બર 2021 ના રોજ લગ્ન કર્યા હતાં. પરંતુ લગ્ન પહેલા બંને લગભગ 11 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. બંનેએ સિનેમાની દુનિયામાં સાથે સંઘર્ષ કર્યો અને સાથે ખ્યાતિ મેળવી. હવે આ પાવરસ્ટાર કપલ ફિલ્મોમાં પોતાનો પાવર બતાવતું રહે છે. બંને ફિલ્મ જગતના સ્ટાર બની ગયા છે અને તાજેતરમાં ફિલ્મ ફુલેમાં પણ સાથે જોવા મળ્યા હતા. આ સાથે રાજકુમાર રાવ હિન્દી સિનેમાના સુપરહિટ હીરો છે અને ગયા વર્ષે બોલિવૂડની સૌથી મોટી કમાણી કરનારી ફિલ્મ આપવામાં સફળ રહ્યા હતા. હવે રાજકુમાર રાવ પણ ટૂંક સમયમાં પિતા બનવાના છે.
તમને જણાવી દઈએ કે રાજકુમાર રાવ હાલમાં તેમની આગામી ફિલ્મ માલિકની રિલીઝની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ જોરદાર એક્શન કરતા જોવા મળશે. આ ફિલ્મ 11 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ટ્રેલરમાં પણ જોરદાર એક્શન જોવા મળી રહ્યું છે. હવે, માલિકની રિલીઝ વચ્ચે રાજકુમાર રાવે આ ખુશખબર તેના ચાહકો સાથે શેર કરી છે.
