વડોદરામાં પોલીસે ત્રણ પેઢીથી ચોરી કરતી ગેન્ગની ધરપકડ કરી

વડોદરાઃ રાજ્યની વડોદરા પોલીસે 12 સભ્યોવાળી ઇન્ટરસ્ટેટ ચોરી કરનારી ગેન્ગ પકડી છે. આ ગેન્ગે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં 25 ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. વડોદરામાં આ ગેન્ગે પાંચ ચોરીઓ કરી હતી. આ ગેન્ગ લેપટોપ અને માલસામાનની ચોરી કરવામાં માસ્ટર હતી અને ગુલેલથી ચોરી કરતી હતી.

ક્રાઈમ બ્રાન્ચે દક્ષિણ ભારતની કુખ્યાત ત્રિચી ગેંગ ઝડપી પાડી છે. ત્રિચી ગેંગે અનેક રાજ્યોમાં ગુનાઓને અંજામ આપ્યો છે. ગુલેલથી કાચ તોડી ચોરી કરવામાં આ ગેંગ માહેર છે. આ ગેન્ગ મોંઘી કારોને નિશાન બનાવતી હતી. ગયા વર્ષે અનંત અંબાણીના પ્રી વેડિંગ સમારંભમાં આવેલા મહેમાનોની કારોને નિશાન બનાવવા માટે આ ગેન્ગ પહોંચી હતી, પણ કડક સિક્યોરિટીને કારણે ચોરી ના કરી શકી.પોલીસે ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના 25 ગુનાનો ભેદ ઉકેલાયો છે. લેપટોપ, આઈફોન, ટેબ્લેટ સહિત 29 ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે 10 લાખનો મુદ્દા માલ રિકવર કર્યો છે.

ત્રણ પેઢીથી ચોરી કરતી ત્રિચી ગેંગ ખતરનાક છે. કુખ્યાત જગન બાલા સુબ્રમણ્યમ ત્રિચી ગેંગનો લીડર છે. ત્યારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આજવા રોડ વિસ્તારમાંથી 12 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત સહિત 25 ગુનાનો ભેદ ઉકેલાયો છે.