ખાસ જેકેટ પહેરી પીએમ મોદી પહોંચ્યા હકા સંસદ, જાણો શું છે વિશેષતા

પીએમ મોદી બુધવારે સ્કાય બ્લુ જેકેટ પહેરીને સંસદ ભવન આવ્યા હતા. પીએમ મોદી આસમાની રંગનું જેકેટ પહેરીને સંસદ ભવન પહોંચ્યા હતા. આ જેકેટ પ્લાસ્ટિક બોટલ્સ PETમાંથી બનાવવામાં આવે છે. પીએમ મોદીનો અંદાજ અને તેમના કપડા હંમેશા ચર્ચાનો વિષય બને છે. સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. PM મોદીએ બુધવારે બપોરે લોકસભામાં ભાષણ આપ્યું હતું.. તેઓ થોડા સમય પહેલા સંસદ પહોંચ્યા છે. જેકેટ આજે પીએમ મોદીના આઉટફિટમાં આ આસમાની રંગનુ જેકેચ કંઈક ખાસ હતું.

પીએમ મોદી સ્કાય બ્લુ જેકેટ પહેરીને સંસદ ભવન આવ્યા છે. પીએમ મોદીનું આ જેકેટ PET પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવવામાં આવ્યું છે. આ બોટલોને રિસાઈકલ કરવામાં આવી હતી. આ પછી આ જેકેટ તૈયાર છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને બેંગ્લોરમાં ઈન્ડિયા એનર્જી વીકમાં પીએમને આ જેકેટ ગીફ્ટ કર્યું હતું. આવી દસ કરોડ બોટલને રિસાઇકલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સૌથી પહેલા આ જેકેટ્સ પેટ્રોલ પંપના આસિસ્ટન્ટને આપવામાં આવશે. એક યુનિફોર્મ બનાવવા માટે કુલ 28 બોટલનું રિસાયકલ કરવામાં આવે છે. આનાથી પર્યાવરણ જાળવવામાં મદદ મળશે અને પાણીની પણ ઘણી બચત થશે.